આગામી શુક્રવારથી ટેકાના ભાવે સોયાબીન, મગ, અડદની ખરીદી પ્રક્રિયા થશે શરુ

આગામી શુક્રવારથી ટેકાના ભાવે સોયાબીન, મગ, અડદની ખરીદી પ્રક્રિયા થશે શરુ
ફાઇલ તસવીર

રાજ્યમાંથી 96,000 મેટ્રિક ટન મગફળી ખરીદાઇ હોવાનો દાવો અન્ન નાગરિક પુરવઠા વિભાગના જનરલ મેનેજર સંજય મોદીએ કર્યો છે.

  • Share this:
રાજ્યમાં (Gujarat) મગફળી (Groundnt) પકવતા કિસાનોની ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવી રહી છે. ત્યારે ગત 26/ 10 / 2020થી ખરીદી ટેકાના ભાવે મગફળી શરૂ કરાઇ છે. જેમાં અત્યાર સુધીમાં રાજ્યના અંદાજીત 51,837 મગફળી પકવતા ખેડૂતોને SMS અને કોલ કરીને ખરીદ સેન્ટરો ઉપર બોલાવ્યા છે. જેમાં 34,000 ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને પોતાની મગફળી વેચી છે.

જેના કારણે રાજ્યમાંથી 96,000 મેટ્રિક ટન મગફળી ખરીદાઇ હોવાનો દાવો અન્ન નાગરિક પુરવઠા વિભાગના જનરલ મેનેજર સંજય મોદીએ કર્યો છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયામાં 504 કરોડની ખરીદી સરકારે કરી છે. અને અત્યારસુધી માં 250 કરોડ નું પેમેન્ટ ખેડૂતોને ચુકવણી કરી દેવામાં આવી છે.



સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં ભૂકંપનાં 15 આંચકા નોંધાયા, મોટો આંચકો નહીં આવે તેવો સિસ્મોલોજી વિભાગનો મત

સંસ્કારી નગરી વડોદરાનાં આ ભરચક વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ, વીડિયો આવ્યો સામે

તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા બાબત અંગે સંજય મોદીએ સ્પષ્ટતા કરી હતી કે ટેકાના ભાવે મગફળી વેંચતા ખેડૂતો માં દિવાળી પહેલા 12 થી 13 ટકા કિસનો પોતાનો પોતાનો માલ વેચવા આવતા હતા. ત્યારે આજે નક્કી કરવામાં આવેલ 1100 થી 1150 પ્રતિ મણ ટેકાના ભાવે મગફળી ની ખરીદીની સમગ્ર પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે કરી હોવાનો એકરાર કર્યો છે.

જયારે હવે અગામી દિવસોમાં ટેકાના ભાવે સોયાબીન ,મગ, અડદની ખરીદી પ્રક્રિયા 4 તારીખને શુક્રવાર થી શરૂ કરવામાં આવશે તેમ અન્ન નાગરિક પુરવઠા વિભાગના જનરલ મેનેજર સંજય મોદીએ જણાવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:December 01, 2020, 15:29 pm

टॉप स्टोरीज