રાજ્યના પાંચ મહાનગરોમાં હવે ગગનચૂંબી ઇમારતો બાંધી શકાશે, સરકાર પરવાનગી આપશે

News18 Gujarati
Updated: August 18, 2020, 12:33 PM IST
રાજ્યના પાંચ મહાનગરોમાં હવે ગગનચૂંબી ઇમારતો બાંધી શકાશે, સરકાર પરવાનગી આપશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના પાંચ શહેરોમાં 70થી વધુ માળની ઇમારતોના બાંધકામને સીએમ રુપાણીએ આપી મંજૂરી, આ સાથે કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે.

  • Share this:
ગાંધીનગર : આગામી વર્ષોમાં હવે તમને રાજ્યના મુખ્ય પાંચ મહાનગરોમાં વિદેશમાં હોય તેવી ગગનચૂંબી ઇમારતો જોવા મળશે. આ માટેની મંજૂરી રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી ઇમારતોના બાંધકામ માટે હાલ અમલી સીજીડીસીઆર-2017માં ટોલ બિલ્ડિંગ (ઊંચી ઇમારતો) માટેના રેગ્યુલેશન્સ આમેજ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ઊંચી ઇમારતો, ટોલ બિલ્ડિંગ્સ માટેના જે નિયમો મંજૂર કર્યા છે તેમાં કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ રાખવામાં આવી છે.

1) ટોલ બિલ્ડિંગની આ જોગવાઇ 100 મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડિંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડિંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) 1:9 કે વધુ હોય તેને લાગુ થશે.

2) આ જોગવાઇ D1 કેટેગરીમાં AUDA/SUDA/VUDA/RUDA અને GUDAમાં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI 1.2 કે તેથી વધારે મળવાપાત્ર છે.

3) આ પ્રકારના બિલ્ડિંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેક્નિકલ કમિટીની રચના થશે

4) સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યિલ ટેક્નિકલ કમિટિ (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.

આ પણ વાંચો : માતા-પિતાનો આપઘાત, ચાર માસનો પુત્ર મૃતદેહ પાસે રમતો રહ્યો5) 30 મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.

6) 100 થી 150 મીટર ઊંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ 2500 ચો.મીટર, 150 મીટરથી વધુ ઊંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ 3500 ચો.મીટર, મહત્તમ FSI 5.4 મળવાપાત્ર થશે. જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમિયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમિયમ FSIનો ચાર્જ 50 ટકા જંત્રીનો દર ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.

7) રહેણાંક/ વાણિજ્યક/રિક્રિએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મિક્સ યુઝ/ વપરાશ માટે મળવાપાત્ર થશે.

8) પાર્કિંગમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગની ફેસિલીટી ફરજીયાત રાખવાની રહેશે.

9) વિન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.

આ પણ વાંચો : આનંદો! અનલોક અંતર્ગત રાજ્ય સરકારે હૉટલ-રેસ્ટોરન્ટ અંગે લીધો મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યના આર્થિક પાટનગર સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર શહેરોનો વિકાસ અને જીડીપીમાં સિંહફાળો છે. એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધુ હોવાથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ દિન પ્રતિદિન વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે.

નીચે વીડિયોમાં જુઓ : જામનગરમાં પોલીસકર્મીનો પત્ની સાથે આપઘાત

શહેરના આયોજિત વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ થઇ શકે અને વધુ લોકોનો સમાવેશ કરી શકાય તે માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનોની કિંમત ઓછી થાય અને મકાનો સસ્તા થતાં સામાન્ય માનવીને પરવડે તેવા એફોર્ડેબલ મકાનો મળી શકે તેવા વિકાસલક્ષી અભિગમથી મુખ્યમંત્રી રુપાણીએ ટોલ બિલ્ડિંગ-ગગનચૂંબી ઇમારતોના નિર્માણ માટે મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: August 18, 2020, 12:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading