6728 કરોડથી વધુ રૂ. ખેડૂતોનાં ખાતામાં સીધા જમા થયા, જે ઐતિહાસિક ઘટના છે : કૃષીમંત્રી

News18 Gujarati
Updated: February 12, 2020, 1:55 PM IST
6728 કરોડથી વધુ રૂ. ખેડૂતોનાં ખાતામાં સીધા જમા થયા, જે ઐતિહાસિક ઘટના છે : કૃષીમંત્રી
ગુજરાતના કૃષિ મંત્રી આર.સી. ફળદુની ફાઇલ તસવીર

'આ યોજનાઓનાં માધ્યમથી આટલી મોટી રકમ સીધી જ ખેડૂતોનાં ખાતામાં જમા થઇ હોય તેવી આ ઐતિહાસિક ઘટના છે. જેમાં એકપણ ફરિયાદ નથી આવી તે અમારા માટે ગૌરવની વાત છે.'

  • Share this:
ગાંધીનગર : ખેડૂતોનાં ખાતામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનાં લાભ અંગે કૃષિમંત્રી આર.સી. ફળદુએ કેબિનેટ બેઠક બાદ મહત્વની વાતો મીડિયાને કહી હતી. તેમણે કહ્યું કે, 'રાજ્ય સરકાર રાજ્યનાં 56 લાખ ખેડૂતોની પડખે ઉભી છે. ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 28 લાખ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવી છે. જ્યારે નજીકનાં ભવિષ્યમાં તમામ ખેડૂતોને આ લાભ મળી જશે. ગયા વર્ષે ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ થયો હતો તેનાથી ખેડૂતોને કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ માટે રાજ્યાનાં 32 લાખ ખેડૂતોની અરજીઓ આવી હતી તેમાંથી આજની તારીખે 25 લાખ 18 હજાર ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યાં છે. કોઇપણ જગ્યાએ એકપણ ખેડૂતની ફરિયાદ મળી નથી.'

આ સાથે તેમણે કહ્યું કે, 'મગફળી ખરીદીનો સમય આવતી કાલે પુરો થાય છે. રાજ્ય સરકારે 2 લાખ 41 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી કરી છે. આ પૈકી એક હજાર છસોને બાસઠ કરોડ રૂપિયા ખેડૂતોનાં ખાતામાં જમા કરી દેવામાં આવ્યાં છે. આ અંગેની કોઇપણ ફરિયાદ આવી નથી. દેશનાં ખેડૂતોની પડખે ઉભા રહેવા માટે પીએમ કિશાન યોજના શરૂ કરવામાં આવી છે. જે અન્વયે રાજ્યનાં 47.70 લાખ ખેડૂતોનાં ખાતામાં કુલ રકમ 3,132.54 કરોડ રૂપિયા જમા થયા છે.'

આ પણ વાંચો : 'તંત્ર ધારે તે કરી શકે, બે મહિનામાં જે કામ થયું તે છેલ્લા પાંચ વર્ષમાં નથી થયું' : મોટેરાનાં સ્થાનિકો

કૃષીમંત્રીએ વધુમાં કહ્યું કે, 'આ ત્રણ યોજનાઓ પ્રમાણે, કુલ 6728 કરોડ અને 42 લાખ રૂપિયા જેટલી રકમ રાજ્યનાં ખેડૂતોનાં ખાતામાં કેન્દ્ર અને રાજ્યની સરકારી યોજનાઓનાં માધ્યમથી ડાયરેક્ટ ચૂકવવામાં આવી છે. આ યોજનાઓનાં માધ્યમથી આટલી મોટી રકમ સીધી જ ખેડૂતોનાં ખાતામાં જમા થઇ હોય તેવી આ ઐતિહાસિક ઘટના છે. જેમાં એકપણ ફરિયાદ નથી આવી તે અમારા માટે ગૌરવની વાત છે.'

આ વીડિયો પણ જુઓ : 
 
First published: February 12, 2020, 1:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading