ગુજરાત સરકારનાં મંત્રી મંડળમાં થઇ શકે છે મોટા ફેરફાર, જાણો કોણ મારી શકે છે બાજી અને કોણે જવુ પડી શકે છે બહાર


Updated: July 23, 2020, 12:15 PM IST
ગુજરાત સરકારનાં મંત્રી મંડળમાં થઇ શકે છે મોટા ફેરફાર, જાણો કોણ મારી શકે છે બાજી અને કોણે જવુ પડી શકે છે બહાર
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જઇને પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરવાના છે.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જઇને પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરવાના છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત સરકારના મંત્રી મંડળમાં અનેક ફેરફાર થવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યનાં મુખ્યમંત્રીની રાજ્યપાલની મુલાકાત બાદ આ અટકળોને સંકેત મળી રહ્યાં છે. આ સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જઇને પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત પણ કરવાના છે.

પેટાચૂંટણી પહેલા આ ફેરફાર કરવા તે નિર્ણય આ સપ્તાહમાં લેવાઇ જશે. પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટ મંત્રીમાં સ્થાન મળી શકે છે. આ સાથે જીતુ વાઘાણીને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જોકે,જીતુ વાઘણીને મંત્રી મંડળમાં સ્થાન મળે તો વિભાવરી દવે અથવા પુરસોત્તમ સોલંકીને પડતા મુકવા પડે. હાલમાં એક માત્ર મહિલા મંત્રી સીએમ રૂપાણીની ટીમમાં છે. પુરસોત્તમ સોલંકી નાદુરસ્ત તબિયતના કારણે હાજરી આપી નથી આપી શકતા. કોળી સમાજનું એકમાત્ર પ્રીતિનિધિતવ હોવાના કારણે અને  હાલ તેમને પડતા મુકવા અશક્ય લાગી રહ્યું છે. જેના કારણે કુમાર કાનાણીને મંત્રી મંડળમાંથી પડતા મૂકી શકાય છે. કુમાર કાનાણી સતત વિવાદોમાં રહેવાના કારણે આવો નિર્ણય લેવાય શકે છે.

આ પણ વાંચો- વડનગરમાં ખોદકામમાં દીવાલ જેવી પ્રતિકૃતિ મળી, આ પહેલા પણ બૌદ્ધ મુનિઓના અવશેષો મળ્યા હતા

આ ઉપરાંત વાસણ આહીરને પણ ડ્રોપ કરવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે બીજી બાજુ સંગીતા પાટીલને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ મજબૂત કરવા રાજેન્દ્ર ત્રિવેદીનો મંત્રી મંડળમાં સમાવેશ કરી શકાય છે. અગાઉ રાજેન્દ્ર ત્રિવેદી રૂપાણી સરકારમાં રહી ચૂક્યા છે. આ સાથે મંત્રી ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. અગાઉ ગણપત વસાવા અધ્યક્ષ રહી ચૂક્યા છે.

આ પણ જુઓ- 
મંત્રી મંડળમાં બ્રિજેશ મેરઝા અને આત્મારામ પરમારના નામની પણ સચિવાલયમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે આ બન્ને ચહેરાના દમદાર પેટાચૂંટણી પર રહેલો છે. આત્મારામ પરમારને ચૂંટણી લડાવવામાં આવે અને જીતે તો મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. જો આત્મારામને મંત્રી મંડળમાં સ્થાન મળે તો ઈશ્વર પરમારને મંત્રી મંડલમાંથી પડતા મુકવા પડે.

આ પણ વાંચો- કચ્છમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, સંશોધકોનાં મતે ગમે ત્યારે આવી શકે છે ભયાનક ધરતીકંપ
Published by: Kaushal Pancholi
First published: July 23, 2020, 12:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading