Home /News /north-gujarat /

નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં

નવરાત્રી અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ફ્લેટ કે સોસાયટી પરિસરમાં પૂજા-આરતી માટે પોલીસ મંજૂરી જરૂરી નહીં

આ એકાદશીના વ્રતને દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સૌ પ્રથમ શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન લીઇ ઉપવાસ પૂર્ણ કરવાનો સંકલ્પ કરો. આ પછી, ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને પૂર્વોત્તર દિશામાં પીળા કપડા પર મૂકો અને પૂજા અર્ચના કરો. ભગવાન વિષ્ણુની ઉપાસનામાં ભાતનો ઉપયોગ ન કરવો જોઇએ તે ધ્યાનમાં રાખો. ચોખાને બદલે ભગવાનને ઘઉંના ઢલગા પર ગંગાજળ ભરેલું કળશ અને તેના પર સોપારી પાન અને નાળિયેર મૂકો.

ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે.

  ગાંધીનગર: નવરાત્રી (Navratri 2020)ના એક દિવસ પહેલા રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીની પૂજા-આરતી તેમજ મૂર્તિ સ્થાપના માટે પોલીસની મંજૂરી (Police Permission for Navratri 2020) લેવી પડશે. જેના અનુસંધાને નવરાત્રી પહેલા પોલીસ સ્ટેશનોમાં મંજૂરી માટે લાઇનો લાગી ગઈ હતી. હવે સરકારે સ્પષ્ટતા કરી છે કે, ફક્ત જાહેર સ્થળો, માર્ગો કે સાર્વજનિક સ્થળો (Public Places) પર માતાજીની મૂર્તિની સ્થાપના, આરતી કે પૂજા માટે પોલીસન મંજૂરી લેવી પડશે. એટલે કે સોસાયટીઓ કે ફ્લેટના પરિસરોમાં મૂર્તિની સ્થાપના માટે કોઈ જ મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં.

  આ પહેલા સરકારે જાહેરાત કરી હતી કે નવરાત્રીમાં મૂર્તિ સ્થાપન, પૂજા કે આરતી માટે પોલીસ મંજૂરી ફરજિયાત છે. જે બાદમાં સોસાયટી અને એપોર્ટમેન્ટ ધારકો મૂંઝવણમાં મૂકાયા હતા. આ સાથે જ લોકોએ આ માટેની મંજૂરી લેવા માટે પોલીસ સ્ટેશનોમાં લાઇનો લગાવી દીધી હતી. આજે સરકારે સોસાયટી અને ફ્લેટ પરિસરોમાં મંજૂરી જરૂરી ન હોવાનું કહેતા લોકોને મોટી રાહત થઈ છે. જોકે, આ સાથે સરકારે જાહેર કરેલી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની અન્ય તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

  આ પણ વાંચો: 108ની ટીમની પ્રશંસનીય કામગીરી, સગર્ભાને 1.5 કિલોમીટર સુધી સ્ટ્રેચરમાં ઊંચકીને ડિલિવરી કરાવી 

  સરકારે 9મી ઓક્ટોબરના રોજ તહેવારો અંગે જાહેર કરેલી માર્ગદર્શિકા:

  • રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.

  • રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે.

  • આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજનો કરી શકાશે નહીં.

  • નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.

  • ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે. (સરકારે બાદમાં પ્રસાદ અંગે સ્પષ્ટતા કરી છે કે પેકિંગમાં હોય તેવો પ્રસાદ આપી શકાશે.)

  • 200થી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં, તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ દરમિયાન તમામ એસ.ઓ.પીનું પાલન કરવું આવશ્યક રહેશે.


  આ પણ વાંચો: રાજકોટ: હની ટ્રેપ 'તોડ' કેસમાં ASI તૃષા બુસા સસ્પેન્ડ, GRDનાં પાંચ જવાનની પણ હકાલપટ્ટી

  • દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.

  • આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.

  • મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.

  • આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  • તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.

  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dance, Garba, Gujarat Government, Navratri, Navratri 2020

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन