કોરોના સામે જંગ: તમામ ગુજરાતીઓને માસ્ક મળી રહે તે માટે ગ્રામીણ મહિલાઓ બનાવશે માસ્ક

કોરોના સામે જંગ: તમામ ગુજરાતીઓને માસ્ક મળી રહે તે માટે ગ્રામીણ મહિલાઓ બનાવશે માસ્ક
પ્રતિકાત્મક તસવીર

કેટલાક વેપારીઓ બે રૂપિયાનાં માસ્કનાં 20 રૂપિયા પડાવી લેતા હોય છે. મેડીકેટેડ માસ્કની કિંમત તો 200 રૂપિયાને પાર થઇ ગઇ છે.

  • Share this:
ગાંધીનગર : કોરોના મહામારી દરમ્યાન જેમને શરદી, ખાંસી કે કફ હોય તેવા લોકોને જ માસ્ક પહેરવાનુ સૂચન કરવામાં આવ્યુ છે. બાકી તમામને માસ્ક પહેરવા ફરજિયાત નથી. તેમ  રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. જેનો મૂળ હેતુ જેને ખરેખર જરુર છે તેવા લોકોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થાય અને માસ્કના કાળા બજાર ન થાય તે માટે જ છે.

હાલ માસ્કની ગુજરાતમાં અછત ઉભી થઇ છે ત્યારે  વિપુલ માત્રામાં માસ્ક બનાવવાનો મોટો ઓર્ડર રાજ્યની ગ્રામિણ મહિલાઓને મળ્યો છે. રાજ્યની 500 જેટલી મહિલાઓએ માસ્ક બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ મહિલાઓ થોડાં સમયમાં 17 લાખ જેટલા માસ્ક બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવશે. રાજ્યનાં મેડીકલ સ્ટોરમાં માસ્કની તંગી છે અને જ્યાં છે ત્યાં કાળાબજાર ચાલે છે. જેથી સામાન્ય લોકોને માસ્કનાં વધુ દામ ચૂકવવા પડે છે. કેટલાક વેપારીઓ બે રૂપિયાનાં માસ્કનાં 20 રૂપિયા પડાવી લેતા હોય છે. મેડીકેટેડ માસ્કની કિંમત તો 200 રૂપિયાને પાર થઇ ગઇ છે. આવા સંજોગોમાં કોરોના વાયરસની લડતમાં ગ્રામિણ મહિલાઓએ યોગદાન શરૂ કર્યું છે.કોરોના મહામારીની લડતમાં રાજયનાં 103 સ્વસહાય જૂથની અંદાજિત 467 ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવી રાજયના નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવાની દિશામાં વિશેષ યોગદાન આપી રહી છે. ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) હેઠળની રાજયના અમદાવાદ, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્રારકા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ જિલ્લાની સિલાઈ કામની તાલીમ લીધેલ ગ્રામીણ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની સતત કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Coronavirus : લૉકડાઉનના કારણે અમદાવાદની હવા બની શુદ્ધ, દેશમાં પણ પ્રદૂષણ ઘટ્યું

રાજ્યનાં ગ્રામ વિકાસ કમિશ્રનર મનોજ અગ્રવાલે ગ્રામીણ સ્વસહાય જૂથની મહિલાઓને પ્રોત્સાહન આપતા જણાવ્યુ હતુકે, મહિલાઓના આ અનોખા પ્રયાસોથી ગુજરાતના નાગરિકોને નજીવી કિંમતે માસ્ક મળી રહેશે તથા મહિલાઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ડીડી કાપડીયાએ જણાવ્યુ હતું કે, આ મહિલાઓને અત્યાર સુધી અંદાજીત રૂપિયા 30 લાખના માસ્ક બનાવવાનો ઓર્ડર પણ મળ્યો છે અને 3.17 લાખ જેટલા માસ્ક બનાવવાના ઓર્ડર પણ આપવામાં આવશે. આ માસ્ક તદ્દન સસ્તા દરે લોકોને ઉપલબ્ધ બનાવવામાં આવશે જેથી મેડીકલ સ્ટોરમાં મળતા માસ્કની કિંમત ઘટશે અને લોકોને મુસીબતનો સામનો કરવો નહીં પડે. છતાંપણ માસ્કની તંગી ના સર્જાય તે માટે જરુર વગર માસ્ક નહી પહેરવા માટે
આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.​

આ વીડિયો જુઓ - 

Published by:News18 Gujarati
First published:March 28, 2020, 15:25 pm

ટૉપ ન્યૂઝ