ગુજરાતમાં પ્રતિવર્ષ 15થી 17 હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે, સામે ભરતી માત્ર 20 ટકા જ કેમ?

ગુજરાતમાં પ્રતિવર્ષ 15થી 17 હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે, સામે ભરતી માત્ર 20 ટકા જ કેમ?
પ્રતિકાત્મક તસવીર

આઠ લાખ કરતાં વધુ સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં 2005 પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાત (Gujarat) સરકારની વિશાળ કર્મચારી ફોજ નિવૃત્તિના આરે છે. છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ 15 હજારથી 17 હજાર કરતાં વધુ કર્મચારીઓ વય નિવૃત્ત (retirement ) થયા છે. 2019માં નિવૃત્તિનો આંકડો સૌથી વધુ 19,700 કર્મચારીનો હતો જ્યારે 2020માં આ આંકડો 17500ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આઠ લાખ કરતાં વધુ સંખ્યાબળ ધરાવતી ગુજરાત સરકારમાં 2005 પછી નિવૃત્તિની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને જૂન મહિનામાં નોકરીમાં દાખલ થયેલા હજારો કર્મચારીઓ આ જ મહિનામાં વય નિવૃત્ત વધારે થાય છે. નિવૃત્ત થયેલા આ કર્મચારીઓમાં સરકારની વિવિધ કચેરીઓ, શિક્ષકો, પ્રોફેસરો, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના કર્મચારીઓ, બોર્ડ-કોર્પોરેશનના કર્મચારીઓ તેમજ વિવિધ પંચાયતના કર્મચારીઓનો સમાવેશ થાય છે.આજે ફરી ગુજરાતમાં 12 વર્ષની દીકરી પર દુષ્કર્મ, પિતાએ નોંધાવી ફરિયાદ

રાજ્ય સરકાર દરવર્ષે જેટલા કર્મચારીઓની ભરતી કરે છે તેનાથી 10 ગણા કર્મચારીઓ નિવૃત્ત થાય છે. ગુજરાત સરકારના વહીવટમાં કાર્યકુશળ અને સિનિયર મોસ્ટ અધિકારીઓની એક મોટી ફોજ નિવૃત્તિના આરે છે ત્યારે સરકારના વિભાગોને અનુભવી વિભાગીય વડા મળવા મુશ્કેલ જણાઇ રહ્યાં છે. ગુજરાત વહીવટી સેવાના સિનિયર ઓફિસરોની પણ આવી જ હાલત છે. એક મોટી ટીમ નિવૃત્તિના પથ પર છે. બીજી તરફ સરકારમાં વર્ગ-1 થી વર્ગ-3ના કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો પ્રતિવર્ષ 18 હજાર કરતાં વધી ગયો છે જે સરકાર માટે સોચનિય બાબત છે.

અરવલ્લી : વાવઝોડા સાથેના વરસાદે ખેડૂતનો મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો, તૈયાર પાક થયો ભીનો

પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડની કચેરીના જણાવ્યા પ્રમાણે સરકારી કર્મચારીઓની જેમ પ્રતિવર્ષ 3000 થી 5000 જેટલા સરકારી શિક્ષકો પણ નિવૃત્ત થઇ રહ્યાં છે. નિવૃત્ત થતાં શિક્ષકો સામે રાજ્ય સરકાર શિક્ષણમાં વિદ્યા સહાયકોની નિયુક્તિ કરી રહી છે પરંતુ સચિવાલય તેમજ અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓની નિવૃત્તિ સામે એટલી ભરતી થતી નથી. આગામી બે વર્ષમાં પણ કર્મચારીઓની નિવૃત્તિનો આંકડો 34 હજાર કરતાં પણ વધારે જોવા મળશે.ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અગ્રણી વિષ્ણુભાઇ પટેલ કહે છે કે, દર વર્ષે હજારો કર્મચારીઓ નિવૃત્ત થતા હોવા છતાં નવા કર્મચારીઓ લેવામાં આવતા નથી પરિણામે વહીવટી માળખું વેરવિખેર બન્યું છે. સરકારમાં ઇજનેરો, કાયદાના નિષ્ણાંતો અને ટેકનિકલ સ્કીલ ધરાવતા અધિકારીઓની મોટી ખોટ વર્તાઇ રહી છે. પ્રતિવર્ષ 17 હજારની નિવૃત્તિ સામે સરકારમાં માત્ર વર્ષે 15 થી 20 ટકા નવા કર્મચારીની ભરતી થતી હોય છે જે છેવટે હયાત કર્મચારી પર કામનું ભારણ વધારે છે.
Published by:Kaushal Pancholi
First published:October 18, 2020, 14:07 pm

ટૉપ ન્યૂઝ