કોરોના મામલે હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દ્વારા સુનાવણીની માગ કરવામાં આવી


Updated: May 26, 2020, 12:10 PM IST
કોરોના મામલે હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકાર દ્વારા સુનાવણીની માગ કરવામાં આવી
ફાઈલ તસવીર

  • Share this:
ગાંધીનગર : સરકાર દ્વારા અરજન્ટ ક્લેરિફિકેશન અરજી દાખલ કરીને સુનાવણીની માગ કરવામાં આવી હતી. ઇદની રજા હોવા છતાંય હાઇકોર્ટની રજીસ્ટ્રીએ રાજ્ય સરકારની અરજીમાં સુનાવણી કરવા લિંક મોકલી આપી હતી અને ચાર વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી રાખી હતી. જ્યારે કે આ સુઓમોટો સાથે સંકળાયેલા કોર્ટ મિત્ર અને અ્ન્ય એડવોકેટ્સને સુનાવણી માટેની કોઇ લિંક મોકલાઇ નહોતી અને એકપક્ષીય સુનાવણી કરાઇ હોવાનો આ તમામ વકીલોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે કેસના કોર્ટ મિત્ર એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી અને અન્ય એડવોકેટ્સે ચીફ જસ્ટિસને એક પત્ર લખી સમગ્ર મુદ્દે ફરિયાદ કરીને વાંધો પ્રસ્તુત કર્યો છે.

સૂત્રોથી થતી પ્રાપ્ત માહિતી મુજબ આ એક ક્લેરિફિકેશન અરજી છે અને સરકારે હાઇકોર્ટના આદેશમાં કેટલાક સુધારાની માગ કરી હતી. પરંતુ આ અરજી કેસ સાથે સંકળાયેલી અન્ય પક્ષકારોને મોકલાઇ નહોતી અને હાઇકોર્ટની રજીસ્ટ્રી દ્વારા સુનાવણી માટેની જાણ કરતી લિંક પણ સરકારી એડવોકેટ સિવાય કોઇને મોકલાઇ નહોતી. આ બાબતની જાણ થતાં એડવોકેટ્સ દ્વારા રજીસ્ટ્રીનો સંપર્ક કરતાં રજીસ્ટ્રીએ જાણે સરકાર વતી કાર્ય કર્યું હોય તેવો જવાબ મળ્યો હતો.

તેથી ચીફ જસ્ટિસને પત્ર લખીને હાઇકોર્ટના રજીસ્ટ્રીના ઓફિસર હોવા છતાંય આવી કાર્યવાહી કરનાર અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તે ઉપરાંત આ કેસની સુનાવણી મંગળવારના રોજ અગાઉ જે બેંચ સમક્ષ સુનાવણી થઇ હતી તેમની સમક્ષ કરવાની માગ કરવામાં આવી છે અને તમામ એડવોકેટ્સને સુનાવણી માટેની લિંક મોકલવાનો આદેશ કરવાની પણ માગ કરાઇ છે. તે ઉપરાંત સરકારે કરેલી ક્લેરિફિકેશન અરજીની કોપી પણ તમામને આપવાની માગ કરાઇ છે.
First published: May 26, 2020, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading