રાજ્યમાં ગુંડા તત્વો માટે બનશે નવો કડક કાયદો, મિલકત જપ્ત કરવા સુધીની જોગવાઈ

રાજ્યમાં ગુંડા તત્વો માટે બનશે નવો કડક કાયદો, મિલકત જપ્ત કરવા સુધીની જોગવાઈ
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટમાં કોઈ પણ વ્યક્તિ ગુંડાગીરી કરતો ઝડપાશે તો તેની મિલકત જપ્ત કરવામાં આવશે.

 • Share this:
  ગુજરાતમાં  (Gujarat) અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી હતી. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) તેમની કેબિનેટની બેઠકમાં ગુંડા વિરોધી એક્ટનો પ્રસ્તાવ લાવશે. ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટમાં  (The Gujarat Goonda and antisocial activities act) કોઈપણ વ્યક્તિ ગુંડાગીરી કરતો ઝડપાશે તો તેની મિલકત જપ્ત કરવામાં આવશે. એટલું જ નહીં, ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સખત કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ પણ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ IG અને કમિશનરની મંજૂરી જરૂરી હોવાનું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ પણ આપવામાં આવશે

  રાજ્યમાં લાગુ થનાર આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુન્ડાઝ ઍક્ટ જેવો જ છે. આ કાયદા અંતર્ગત જેમાં પોલીસની સત્તા પણ વધારવામાં આવશે અને હાલના પાસા એક્ટમાં પણ ધરખમ ફેરફારો કરવામા આવશે.  આ એક્ટની મહત્વપૂર્ણ જોગવાઇઓ
  • ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે
  • ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે

  • ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે

  • સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.
   ગુનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.

  • દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.

  • પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા.

  • રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા-હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીનો નિશ્ચય

  • ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો નક્કર અભિગમ.


  આ પણ વાંચો- સુરતમાં વધુ એક હત્યા : બુટલેગર અજલો ઉર્ફે અરુણ પટેલની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા
  Published by:Kaushal Pancholi
  First published:September 01, 2020, 12:29 pm

  ટૉપ ન્યૂઝ