સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂની કોઈ વિચારણા નથી, લોકો અફવાથી ન દોરવાય : નીતિન પટેલ

સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂની કોઈ વિચારણા નથી, લોકો અફવાથી ન દોરવાય : નીતિન પટેલ
નીતિન પટેલની ફાઇલ તસવીર

નીતિન પટેલ દ્વારા ગાંધીનગરથી ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી, શિયાળુ પાક માટે નર્મદાની કેનાલમાં વધારે પાણી છોડવામાં આવશે

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ લંબાવવાની કે અન્ય શહેરોમાં લાદવાની અફવાઓ અંગે નીતિન પટેલે રદીયો આપ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે આવી કોઈ વિચારણા કરી નથી. આપણે અફવાઓથી ન દોરવાવું જોઈએ. મારે રાજ્યની જનતાને કહેવું છે કે સરકાર જે જાહેરાત કરે તેને જ માનજો. સરકારે નાના વેપારીઓનું રોજ કમાઈને રોજ ખાનારાનું પણ ધ્યાન રાખવાનું હોય છે એટલે હાલ એવી કોઈ વિચારણા નથી. નીતિન પટેલે જણાવ્યું કે સરકારે સૌના વેપાર-ધંધાને ધ્યાને રાખીને નિર્ણય લેશે.

  આજે ગાંધીનગરથી પત્રકાર પરિષદ સંબોધતા નીતિન પટેલે જણાવ્યું કે ગઈકાલે ભારત સરકારે સાથે થયેલી મીટિંગ બાદ કહી શકાય કે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની સ્થિતિ સારી છે. આપણો એક્ટિવ કેસોનો દર પણ 3.1 ટકા જ છે જ્યારે રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ સારી છે. રાજ્યમાં કોરોના વાયરસને લગતો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવામાં આવે છે.જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવાશે તો જનતાને જાણ કરવામાં આવશે.  આ પણ વાંચો :  અહેમદ પટેલની દફનવિધિ ગુરૂવારે થશે, આજે રાત્રે અંકલેશ્વર આવી પહોંચશે પાર્થિવ દેહ

  વેક્સિનનું ટ્રાયલ અમદાવાદમાં થશે, આ વેક્સિન પ્રયોગ માટે છે

  પટેલે ઉમેર્યુ કે અમદાવાદ આવી પહોંચેલી વેક્સિન પ્રયોગ માટે છે. આ વેક્સિન કોઈ અંતિમ વેક્સિન નથી જે નાગરિકોને આપવામાં આવે પરંતુ આ સ્વેચ્છાએ જે યુવાનો તૈયાર થયા  છે, જેની તંદુરસ્તી સારી છે એવા 20 લોકોને રોજ આ વેક્સિન આપવામાં આવશે.રાજ્યમાં આ વેક્સિનના 500 વ્યક્તિને ડોઝ આપવામાં આવશે. ત્યારબાદ તેનો ડેટા ભારત સરકારને આપવામાં આવશે.

  શિયાળુ પાક માટે પાણી છોડવાની જાહેરાત

  ગાંધીનગરથી નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં શિયાળુ પાક સારી રીતે લઈ શકાય તે માટે ખેડૂતોને પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા વધારે પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે દ્વારા જુદી જુદી યોજનામાં નર્મદા નિગમના મારફતે નર્મદાનું પાણી કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય છે.

  આ પણ વાંચો : ભાવનગર : પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

  રાજ્યમાં ઉત્તર ગુજરાત, અમદાવાદની ખારી કટ કેનાલ અને સૌરાષ્ટ્ર સુધીની 22000 હેકટર  કરતા વધારે જમીનને આ પાણીનો લાભ થશે. ખેડૂતોને શિયાળુ પાક માટે જેટલું પાણી જોઈતુ હશે તે નર્મદાની કેનાલ મારફતે આપવામાં આવશે જેથી ખેડૂતો મબલક રવિ પાક લઈ શકે.
  Published by:Jay Mishra
  First published:November 25, 2020, 18:26 pm

  ટૉપ ન્યૂઝ