ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો : 31મી માર્ચ સુધી સામુહિક મેળાવડાઓ ન કરવા સરકારની જનતાને અપીલ

News18 Gujarati
Updated: March 14, 2020, 2:23 PM IST
ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો : 31મી માર્ચ સુધી સામુહિક મેળાવડાઓ ન કરવા સરકારની જનતાને અપીલ
ફાઇલ તસવીર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી પરિપત્ર બહાર પાડીને સરકારી કચેરીઓમાં યોજતા વર્કશોપ મોકૂફ રાખવાની સૂચના આપવામાં આવી.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus Case in Gujarat) નો ફેલાવો રોકવા માટે સરકાર સક્રિય બની છે. જે અનુસંધાને સરકારે ધ એપિડેમિક ડિસિઝ એક્ટ, 1897 (The Epidemic Disease Act 1897)ના અમલની સૂચના માટે જાહેરનામું (Notifications) બહાર પાડ્યું છે. આ એક્ટની કલમ 2, 3 અને 4 પ્રમાણે અધિકારીઓને કેટલિક સત્તા આપવામાં આવી છે, તેમજ કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારે વધુ એક જાહેરનામું બહાર પાડીને જાહેર નજતાને સામુહિક મેળાવડા (Mass Gathering)ઓ ન કરવા અથવા પાછળ ઠેલવવા માટે અપીલ કરી છે. સાથે જ સરકારી કચેરીઓ કે સંસ્થાઓ તરફથી યોજતા વર્કશોપ કે સેમિનાર 31મી માર્ચ સુધી ન કરવાની સૂચના આપી છે.

ગુજરાત સરકારનો પરિપત્ર

ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે આ કાનૂન ધ ગુજરાત એપિડેમિક ડિસિઝ, કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020 નામે ઓળખાશે. આ કાનૂન જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષ સુધી અમલમાં રહેશે. આ કાનૂન પ્રમાણે જવાબદાર અધિકારીઓ એટલે કે સ્વાસ્થ્ય કમિશનરો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરો તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી નિમવામાં આવેલા અધિકારીઓને ગણાશે.

આ પણ વાંચો : વડોદરા: કોરોના વાયરસનાં બે zકાસ્પદ દર્દીઓ આવ્યાં સામે, આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા

>> સરકારના પરિપત્ર પ્રમાણે દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ 19ના શંકમંદોની તપાસ માટે સ્ક્રિનિંગ કોર્નર જરૂરી છે. આ ઉપરાંત દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોએ એ રેકોર્ડ પણ રાખવો પડશે કે જે તે વ્યક્તિ કોરોના વાયરસના કેસ નોંધાયેલા છે તેવા કોઈ દેશનો પ્રવાસ કરીને આવ્યો છે કે કેમ. આ ઉપરાંત જો વ્યક્તિએ આવો કોઈ પ્રવાસ કર્યો હોવાનો તેમજ તેનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જણાય તો તેને તાત્કાલિક 14 દિવસ માટે બધાથી અલગ કરી દેવો. આ ઉપરાંત કોવિડ 19 અંગેના રિપોર્ટ કરાવવા.

>>આ અંગેની માહિતી જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારી, મેડિકલ ઓફિસર કે મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક કરવી.

>>કોરોના વાયરસ મામલે કોઈ અફવા કે ખોટી માહિતી ફેલાવવા બાબતે જે તે વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

>>સરકાર તરફથી કરવામાં આવેલી ચોક્કસ લેબોરેટરીઓ જ કોરોના વાયરસના ટેસ્ટ સેમ્પલ લઈ શકશે.

>>એવો કોઈ પણ વ્યક્તિ કે જેણે કોરોના વાયરસગ્રસ્ત દેશની છેલ્લા 14 દિવસમાં મુલાકાત લીધી હોય પરંતુ તેને તાવ, શરદી કે કોરોના જેવા અન્ય લક્ષણો ન જણાતા હોય તો પણ તેમણે ઓછામાં ઓછા 14 દિવસ સુધી પોતાને ઘરે આઇસોલેશનમાં રહેવું. આ દરમિયાન પરિવારના સભ્યોના સંપર્કમાં ન આવવું.

>>જો શકમંદ વ્યક્તિ આઇસોલેશન માટે મનાઇ ફરમાવે તો સરકાર તરફથી અધિકૃત અધિકારી તેને આ માટે ફરજ પાડી શકશે. તેમજ ટેસ્ટ સેમ્પલ આવ્યા સુધી તેને ઓઇસોલેશનમાં રાખી શકે છે.

>>જો અમુક ચોક્કસ વિસ્તાર જેમ કે ગામ, કોલોની, વસાહતમાં કોરોના વાયરસનો કેસ સામે આવે તો નીચે પ્રમાણેના પગલાં લેવા :

  • આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવો.

  • આ વિસ્તારના પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ કરી દેવા.

  • આ વિસ્તારોમાં સ્કૂલો બંધ કરાવવી તેમજ મેળાવડા પર પ્રતિબંધ મૂકવો.

  • આ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવી.

  • તમામ શકમંદોને આઇસોલેશનમાં ખસેડવા.

  • આઈસોલેશન માટે સરકાર કે ખાનગી બિલ્ડિંગનો ઉપયોગ કરી શકાશે.મેળાવડાઓ ન કરવા સરકારની અપીલ

ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરપથી કોરોના વાયરસ અંગે એક પરિપત્ર બાહર પાડવામાં આવ્યો છે. જે પ્રમાણે નોવેલ કોરોના વાયરસ (COVID-19ને WHO તરફથી વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં આ રોગના કુલ-81 કેસ નોંધાયેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. તકેદારીના પગલારૂપે રાજ્યમાં કોઇ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમિનાર, કોન્ફરન્સો તા.31/03/2020 સુધી મોકૂફ રાખવા જણાવવામાં આવે છે.

આ પણ વાંચો :  પાલનપુરમાં ઑસ્ટ્રેલિયાથી આવેલા 4 લોકોને શંકાસ્પદ કોરોના, ધૂળેટીના કાર્યક્રમમાં જોડાયા હતા

આમ નાગરિકોને પણ આ સમય દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક કે સામાજિક મેળાવડાઓના નાનાં-મોટા પ્રસંગો ટાળવા કે મોકૂફ રાખવા અપીલ કરવામાં આવે છે, આ બાબત જિલ્લા સ્તરેથી જાહેર જનતા સુધી પહોંચાડવા જણાવવામાં આવે છે.
First published: March 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading