LIVE NOW

ગુજરાત બજેટ : નીતિન પટેલનાં પટારામાંથી શું શું નીકળ્યું? વાંચો બજેટની મહત્વની જાહેરાતો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ સતત આઠમી વાર બજેટ રજૂ કર્યું.

gujarati.news18.com | February 26, 2020, 6:32 PM IST
facebook Twitter Linkedin
Last Updated February 26, 2020
auto-refresh

Highlights

6:20 pm (IST)

 વૈશ્વિક ઓળખ મેળવી ચુકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડીયા ખાતે મુલાકાત આવનાર પ્રવાસીઓની વિપુલ સંખ્યાને ધ્યાને લઇને વિવિધ સુવિધાઓ તેમજ આકર્ષણો વિકસાવવામાં આવી રહેલ છે . આ વિસ્તારના સંતુલિત અને આયોજનબદ્ધ વિકાસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે . અહીં જંગલ સફારી , વિશ્વ વન , આરોગ્ય વન , એકતા નર્સરી , કેક્ટસ ગાર્ડન , વેલી ઓફ ફ્લાવર્સ , ન્યુટ્રીશન પાર્ક , ઓકીડેરિયમ , ક્રોકોડાઇલ સેન્ટર વગેરેનું નિર્માણ કાર્ય હાથ ધરાયેલ છે . ઉપરાંત , મહિલા સ્વસહાય જૂથો મારફતે હર્બલ સાબુ બનાવવા , રોપાઓની જાળવણી જેવા રોજગારલક્ષી આયોજન કરવામાં આવેલ છે . આમ , આ પ્રવાસન સ્થળના સર્વાગી વિકાસ માટે કુલ રૂ.387 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે

6:19 pm (IST)


બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કની મુલાકાતે આવનાર પ્રવાસીઓને સંખ્યાને ધ્યાને લઇ તેના વધુ વિકાસ માટે રૂ.10 કરોડની જોગવાઈ. શુકલતીર્થ , કબીરવડ , મંગલેશ્વર અને અંગારેશ્વરનો મેગા સર્કિટ તરીકે વિકાસ કરવા ભારત સરકાર તરફથી રૂ.23 કરોડ ફાળવવામાં આવેલ છે . જેમાં રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ ઉમેરીને આ સ્થળોનો વિકાસ કરવામાં આવશે .સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ.5 કરોડની જોગવાઈ . વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ.3 કરોડની જોગવાઈ પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે વધુમાં વધુ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા 4500 જેટલા સ્થાનિક યુવાનોને વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ આપવા રૂ.20 કરોડની જોગવાઇ. જૂનાગઢ ઉપરકોટ , ધોળાવીરા તથા માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે રૂ20 કરોડની જોગવાઈ.  પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત રૂ.200 કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે . કોસ્ટલ ટુરીઝમ અંતર્ગત શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ.150 કરોડના કામો પીપીપીના ધોરણે હાથ ધરવામાં આવેલ છે .ગિરનાર ક્ષેત્રના વિકાસ અને ગિરનાર રોપ - વે ની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂ
 130 કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે

6:17 pm (IST)

રાજ્ય સરકારના પ્રયાસોથી પ્રવાસન અને આતિથ્ય ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઉત્પન્ન થઈ છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે કુલ રૂ.480 કરોડની જોગવાઇ ​.ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઇ અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ.5 કરોડની જોગવાઈ પ્રવાસન નીતિ અંતર્ગત 383 જેટલા પ્રોજેક્ટ હેઠળ રૂ.12,000 કરોડનું રોકાણ થનાર છે . જે પૈકી 197 પ્રોજેકટ ચાલુ થયેલ છે અને 19000 લોકોને રોજગારી મળી છે . જે માટે રૂ.60 કરોડની જોગવાઇ બોર્ડર ટુરિઝમના વિકાસ મારફતે નવી પેઢીમાં દેશભક્તિની ભાવના બળવત્તર બનાવવા નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ.35 કરોડની જોગવાઈ

5:34 pm (IST)

નદીઓ અને તળાવોમાંથી જલકુંભી કે વનસ્પતિ કચરો કાઢવા મહાનગરપાલિકાઓને સાધનો ખરીદવા માટે સહાય આપવા રૂ.15 કરોડની જોગવાઇ. અમૃત યોજના અંતર્ગત 8 મહાનગરપાલિકા અને 23 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા , ગટર , વરસાદી પાણીનો નિકાલ , પરિવહન જેવી સુવિધાઓ માટે રૂ.800 કરોડની જોગવાઇ . સ્માર્ટ સિટી મિશન અંતર્ગત 6 શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ , કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર , ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ , CCTV , ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે માટે રૂ.597 કરોડની જોગવાઇ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોને સ્વચ્છ બનાવી નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે રૂ.200 કરોડની જોગવાઇ. રેલવે ફાટકો પર ઓવરબ્રીજ અથવા અન્ડરબ્રીજ બનાવવા રૂ.200 કરોડની જોગવાઈ. સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ.56 કરોડની જોગવાઇ. 2022 સુધીમાં સૌને ઘર પૂરા પાડવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસો મંજૂર કરવામાં આવેલ છે . જે માટે રૂ.830 કરોડની જોગવાઇ 

Load More
ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. જેમાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાતો કરી છે.  નાણામંત્રીએ બજેટની શરૂઆતમાં એક કવિતા પણ લલકારી હતી. વિધાનસભામાં બજેટ પહેલા પ્રશ્નોત્તરી કાળમાં ખેડૂતોનાં દેવા, અતિવૃષ્ટિને કારણે નુકસાન, ખેડૂતોની આત્મહત્યા, પ્રવાસન ખર્ચ, પાકવીમા જેવા અનેક મુદ્દે વિરોધ પક્ષે સરકારને ઘેરી હતી.

 
corona virus btn
corona virus btn
Loading