નીતિન પટેલે કહ્યુ, રાજ્યની 6.30 કરોડ જનતાને પસંદ પડે તેવું બજેટ હશે

News18 Gujarati
Updated: February 26, 2020, 10:26 AM IST
નીતિન પટેલે કહ્યુ, રાજ્યની 6.30 કરોડ જનતાને પસંદ પડે તેવું બજેટ હશે
નીતિન પટેલ

આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે.

  • Share this:
ગાંધીનગર : આજથી થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ રાજ્ય સરકારે નારાજ ખેડૂતો, બેરાજગારોથી માંડીને સામાન્ય જનતાને ખુશ કરવા આ વખતે કરવેરા વિનાનું ફુલગુલાબી બજેટ રજૂ કરવા તૈયારીઓ કરી છે. નાણાંમંત્રીનાં પટારામાં શું ખૂલશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. જોકે, આ વખતે ગુજરાતના બજેટનું કદ બે લાખ કરોડને પાર કરી જશે.

'આ બજેટ સર્વાંગી વિકાલલક્ષી બજેટ છે'

આજના બજેટ અંગે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ સર્વાંગી વિકાલલક્ષી બજેટ છે જે દરેક વર્ગ અને દરેક ઉંમરનાં લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવશે. આઠમી વખત બજેટ રજૂ કરવાનો લાભ મને મળી રહ્યો છે તેથી હું ગૌરવ અનુભવું છું. ગુજરાતનાં 6 કરોડ ત્રીસ લાખ નાગરિકોને આજનું બજેટ પસંદ આવશે. ગુજરાતનો આગામી વિકાસ દ્રઢ રહેશે.

આ બજેટમાં રાજ્ય સરકાર નાણાંકીય સંતુલનની સાથે રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારાની દરખાસ્ત રજૂ ન કરે એવી શક્યતાઓ છે. દરમિયાન બજેટ સત્ર ધમાલિયું રહેવાના અણસાર છે. ખંભાત કસ્ટોડિયલ ડેથ મામલે અને અન્ય મુદ્દે કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહી છે. આજે વિરોધપક્ષનાં નેતા ધાનાણીની અધ્યક્ષતામાં સરકિટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસ સરકારને ઘેરવાની રણનીતિ ઘડશે. નાણાં પ્રધાન નિતીન પટેલ બપોરે બાર વાગ્યે તેમની બજેટ સ્પીચનો પ્રારંભ કરશે. ઉલ્લેખનીય છે કે, આજથી બજેટ સત્રનો પણ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વિધાનસભાના કામકાજને મુદે આજે સાંજે ચાર વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેમાં ચૌદમી વિધાનસભાના છઠ્ઠા સત્ર દરમિયાન હાથ ધરાનારા કામકાજને બહાલી આપવામાં આવશે.

સત્ર 22 દિવસ ચાલશે

આ સત્ર દરમિયાન કામકાજનાં કુલ 22 દિવસો હશે.સમગ્ર સત્ર દરમિયાન એકદંરે ગૃહની કુલ 25 બેઠકો મળશે. પ્રથમ દિવસે પ્રશ્નોતરી કાળ બાદ ભૂતપૂર્વ ધારાસભ્ય દોલતભાઇ દેસાઇ,કરમશીભાઇ કોળી અને ગોવિંદભાઇ ચૌહાણના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ હાથ ધરાશે. સરકારી વિધેયકો પણ રજૂ થનાર છે. આ વખતે સરકાર માછીમાર સરંક્ષણ બિલ લાવી શકે છે જેમાં અન્ય રાજ્યના માછીમાર ગુજરાતની જળસિમામાં પ્રવેશી નહી શકે.નિતીન પટેલ આઠમીવાર બજેટ રજૂ કરશે

અત્યાર સુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળાના નામે રહ્યો છે. આવતીકાલે નાણાંમંત્રી નિતીન પટેલ ફરી એકવાર બજેટ રજૂ કરશે. વિધાનસભામાં સૌથી વધુ વાર બજેટ રજૂ કરનારાં નીતિન પટેલ બીજા ક્રમે રહ્યાં છે. નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરશે. આઠમી વાર બજેટ રજૂ કરીને નાણાંમંત્રી નીતિન પટેલ એક નવો રેકર્ડ કરશે. નીતિન પટેલે બે વાર લેખાનુદાન અને પાંચ વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું છે.
First published: February 26, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading