રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય, પૂરતા દસ્તાવેજ ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલવો

રાજ્યના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય, પૂરતા દસ્તાવેજ ન હોય તેવા વાહન ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલવો
પ્રતિકાત્મક તસવીર

RTOના નિયમ અનુસાર આવા ગુન્હામાં જપ્ત થતા વાહનો છોડાવવાની પ્રક્રિયામાં જતો લાંબો સમય નિવારવા લેવાયો નિર્ણય

  • Share this:
ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન કોરોના સંક્રમણના સંજોગોમાં રાજયમાં પોલીસ તંત્ર દ્વારા એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ અન્વયે પકડવામાં આવતા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવાની સૂચનાઓ આપી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું છે કે, હાલ કોરોનાની વિશ્વવ્યાપી મહામારીમાં ફરજિયાત માસ્ક પહેરવા અંગે અને તેના સઘન અમલ માટે પોલીસ તંત્ર દ્વારા ઝૂંબેશ – સર્વેલન્સ મોટા પાયે હાથ ધરાઇ રહી છે.

મુખ્યમંત્રી સમક્ષ એવી વ્યાપક રજૂઆતો આવી હતી કે, કોરોના સમયમાં પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા-લઇ જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઇને જતા-આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી. આવા સંજોગોમાં આર.ટી.ઓ.ના નિયમ અનુસાર આવા વાહન ચાલકોના વાહનો જપ્ત કરવામાં આવે છે અને તેને છોડાવવાની પ્રક્રિયામાં લાંબો સમય જાય છે.



આ પણ વાંચોરાજ્યમાં Covid-19 માટે નવી ગાઇડલાઇન: જુઓ શું કરવું અને શું ના કરવું? તજજ્ઞ ડોક્ટરોએ જણાવી તમામ હકિકત

આ રજૂઆતોનો પ્રતિસાદ આપતાં રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરાયો છે કે, હવે આવા વાહનો માટે ઉચ્ચક દંડ વસૂલ કરવામાં આવશે. તદૃનુસાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનો માટે રૂ. ૫૦૦ અને ફોર વ્હીલર વાહનો માટે રૂ. ૧૦૦૦ નો ઉચ્ચક દંડ વસૂલ કરાશે. કોરોના સંક્રમણ દરમિયાન પોતાના સગા-સંબંધીઓની સારવાર સેવા માટે અવર-જવર કરતા વાહન ચાલકોને આ નિર્ણય દ્વારા મોટી રાહત અપાઇ છે. એટલું જ નહીં હવેથી આવા વાહનો માટેના જરૂરી દસ્તાવેજો ૧૫ દિવસમાં રજૂ કરી શકાશે તેમ પણ જણાવ્યું છે.

આ પણ વાંચોસુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો

રાજયના વાહન વ્યવહાર વિભાગે આ અંગેનું જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં પોલીસ અધિકારીઓ કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણના કડક પગલાંઓ રૂપે મોટર વ્હીકલ એકટ-૧૯૮૮ અન્વયે ડીટેઇન કરાયેલા વાહનો માટે આ ઉચ્ચક દંડ વસૂલ કરી શકશે.
Published by:kiran mehta
First published:April 24, 2021, 22:00 pm

ટૉપ ન્યૂઝ