Home /News /north-gujarat /કોરોના કાળમાં ગુજરાતની રેકોર્ડ બ્રેક સિદ્ધિ: રાજ્યમાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું

કોરોના કાળમાં ગુજરાતની રેકોર્ડ બ્રેક સિદ્ધિ: રાજ્યમાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું

વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

DPIIT તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ મહિનામાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે.

ગાંધીનગર: કોરોના કાળમાં પણ ગુજરાતના ઉદ્યોગોનો ગ્રૉથ અવિરત રહ્યો છે. આનો સંપૂર્ણ શ્રેય ગુજરાતના સીએમ મુખ્યમંત્રી (Gujarat CM Vijay Rupani) તેમજ ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગના ACS મનોજ દાસ (Manoj Das)ને જાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં ગુજરાતમાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ વિદેશી મૂડીરોકાણ એ સમગ્ર દેશના રાજ્યોએ મેળવેલા કુલ મૂડીરોકાણના 53 ટકા છે. કોરોના સંક્રમણના સમયમાં પણ ગુજરાતે ઔદ્યોગિક વિકાસ (Industrial growth)માં મોખરાનું સ્થાન મેળવ્યું છે અને આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat)ના નિર્માણમાં સિંહફાળો આપ્યો છે.

નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતના વિદેશી રોકાણોમાં 240%નો જંગી વધારો થયો છે, જે ભારતના કોઇપણ રાજ્ય કરતાં વધુ છે. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન DPIIT તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છ મહિનામાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી મૂડીરોકાણ મેળવ્યું છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (એએસઆઇ) અનુસાર ઔદ્યોગિક ઉત્પાદનની દ્રષ્ટીએ ગુજરાત ભારતના ઉત્પાદનમાં 17.5 ટકાના હિસ્સા સાથે પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચો:  વડાપ્રધાન મોદી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી ગુજરાત આવે તેવી શક્યતા

આ મુદ્દે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ મનોજ દાસ (એસીએસ , ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ) સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યુ કે, "એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો 23 ટકાથી વધારે નોંધાયો છે. જ્યારે ગુજરાતના બંદરો ભારતના કુલ 40 ટકા કાર્ગોનું વ્યવસ્થાપન કરે છે, જે રાજ્ય સરકારની ઇન્ડસ્ટ્રીયલ સહિતની મહત્ત્વની નીતિઓના કારણે આ શક્ય બન્યું છે. આંકડાઓ પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રિન્યોર મેમોરેન્ડમ (આઇઇએમ) ફાઇલ કરવામાં અને 2019માં નોંધાયેલા વાસ્તવિક રોકાણમાં ગુજરાત આજે પ્રથમ સ્થાને છે."



વધુ માહિતી આપતા મનોજ દાસે જણાવ્યું કે- ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) ના આંકડા પ્રમાણે ભારતમાં મૂલ્યના સંદર્ભમાં આઇઇએમ ફાઇલ કરવામાં અને વર્ષ 2019માં 49 બિલિયન યુએસ ડોલરના પ્રસ્થાવિત રોકાણ સાથે ગુજરાતે 51 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. જ્યાં ભારતવર્ષમાં 2019માં પ્રસ્તાવિત રોકાણોમાં 48 ટકાનો વધારો નોંધાયો છે ત્યાં ગુજરાતમાં પાછલા વર્ષ કરતાં 333 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ગુજરાતમાં વર્તમાન સમયમાં લગભગ 100 ફોર્ચ્યુન 500 કંપનીઓ છે. આ તમામ ગ્રોથ પાછળ સીએમ રુપાણીની નોન કરપ્ટ નીતિ છે. સાથે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસીનો પણ સિંહ ફાળો છે.

આ પણ વાંચો: ભૂમાફિયાઓને અંકુશમાં રાખશે Gujarat land grabbing Act, જાણો લાગૂ થયેલા કાયદા વિશે

ઉલ્લેખનીય છે કે ગુજરાતની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસીમાં વૃદ્ધિ સાથે 15 મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે. રાજ્યમાં મૂડીરોકાણ પર આધારિત ઇન્સેન્ટિવ્સ આપવામાં આવ્યા છે. એસજીએસટીથી ઇન્સેન્ટિવ્સને ગુજરાતે અલગ કર્યું છે, જે ભારતમાં પ્રથમ રાજ્ય છે. નિશ્ચિત મૂડીરોકાણના 12 ટકા સુધી મૂડી સબસીડી ગુજરાતમાં આપવામાં આવે છે.

આ પણ જુઓ-
" isDesktop="true" id="1055852" >

સીધા વિદેશી મૂડીરોકાણ એટલે કે એફડીઆઇનો સમગ્ર દેશમાં ફ્લો જોઇએ તો ગુજરાતમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં 1,19,566 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે. એફડીઆઇમાં 27,455 કરોડ સાથે તામિલનાડુ અને 27,143 કરોડ સાથે મહારાષ્ટ્ર અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Trade, Vijay Rupani, ઉદ્યોગ, એફડીઆઇ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन