Home /News /north-gujarat /

CM સાથેની બેઠક બાદ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી થઇ દૂર

CM સાથેની બેઠક બાદ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી થઇ દૂર

ગોવિંદ પરમાર

'મારે મંત્રી મંડળ કે સીએમ સાહેબ કે પાટીલ સાહેબ સાથે કોઇ તકલીફ હતી જ નહીં.'

  ઉમરેઠના ભાજપના (Umreth, BJP) ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે (Govind Parmar) રવિવારે પાર્ટીથી નારાજ છે એટલે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી. જેના કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો પરંતુ આજે સોમવારે પાર્ટીએ તેમને મનાવી લીધા છે. સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) સાથેની બેઠક બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, મને કોઇનાથી તકલીફ નથી. નોંધનીય છે કે, અમૂલની ચૂંટણીમાં (Amul Dairy Election) અને ડેરીમાં સરકારના પ્રતિનિધિ નિમવામાં તેમની અવગણના કરાયાના આક્ષેપ કરીને રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી.

  'પાર્ટી સાથે કોઇ તકલીફ નથી'

  ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે સીએમ વિજય રૂપાણી સાથેની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, મારે મંત્રી મંડળ કે સીએમ સાહેબ કે પાટીલ સાહેબ સાથે કોઇ તકલીફ હતી જ નહીં. સ્થાનિક પ્રશ્નો હતા તે પકંજભાઇ દેસાઇને જણાવીને ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે, મારી વાત તેમને સાંબળી અને તેનું નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે. આ બાદ જ્યારે ગોવિંદ પરમારને પૂછવામાં આવ્યું કે, તમે ગઇકાલે કહ્યું હતું કે જાતીવાદ ચલાવવામાં આવે છે તો પક્ષમાં કેવો જાતિવાદ ચલાવવામાં આવે છે. ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું કે, એ બધી વાત મારે થઇ ગઇ છે.

  ગાંધીનગર અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ખૂલશે, નોંધી લો દર્શનનો સમય

  અમૂલ ડેરી સંઘની ચૂંટણીનો વિવાદ

  નોંધનીય છે કે, અમૂલ ડેરી સંઘની ચૂંટણીમાં ગોવિંદ પરમાર ત્રણ વોટથી હારી ગયા હતા. જે માટે તેમને આણંદના સાંસદ મિતેષ પટેલ અને અન્ય સ્થાનિક ભાજપના સંગઠનને જવાબદાર ઠેરવ્યું છે. તેઓએ પોતાના વિરુદ્ધ કામ કરીને પોતાને હરાવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. તેમજ ડેરીમાં સરકારના ત્રણ પ્રતિનિધિ નિમવામાં પણ સંકલન ન કરી અવગણના કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહિતનાને રજૂઆત કરી હતી અને સંગઠન દ્વારા તેની સતત અવગણના થતા રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી હતી.

  ગુજરાતના 43 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધ્રોલમાં 4.36 ઇંચ, 20 ઓક્ટોબર સુધી આગાહી

  રાજ્યસભાની ચૂંટણી પહેલા પણ પાર્ટી વિરુદ્ધ થવાના હતા

  આ પહેલા પણ ગોવિંદ પરમાર રાજ્યસભા ચૂંટણી વખતે પણ પાર્ટી વિરુદ્ધ જવાના હતા. માતરના ધારાસભ્ય કેશરીસિંહ સોલંકીની સાથે તેઓ પણ ક્રોસ વોટિંગ કરીને ભરતસિંહ સોલંકીની તરફેણમાં મત નાંખવાના હતા. પરંતુ ભાજપના કેટલાક નેતાઓને આની જાણ થતા બન્ને ધારાસભ્યોને મનાવી લેવાયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat BJP, Umreth, Vijay Rupani, ગાંધીનગર, ગુજરાત, ભાજપ

  આગામી સમાચાર