20 જિલ્લાના 123 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે : કૃષિમંત્રી ફળદુ

20 જિલ્લાના 123 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર સહાય આપશે : કૃષિમંત્રી ફળદુ
કૃષિમંત્રી આર.સી ફળદુ

રાજ્ય બજેટમાંથી 3200 ઉમરો કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે.

 • Share this:
  રાજ્ય સરકારે (Gujarat Government) ખેડૂતો (Farmer) માટે મહત્વના સમાચાર આપ્યાં છે. કૃષિમંત્રી આર.સી ફળદુએ (R. C. Faldu) જાહેરાત કરતા જણાવ્યું છે કે, 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા 20 જિલ્લાનાં 123 તાલુતકામાં સહાયતા આપવાની છે. ભૂતકાળના વર્ષોમાં પણ ભાજપ સરકારને મદદ કરી જ છે. આ વર્ષે પણ નુસસાનગ્રસ્ત ખેડૂતોના પગમાં જોમ પુરવા માટે સરકારે 3700 કરો઼ડ રુપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે. તેમા ઘરાઘોરાણો પ્રમાણે ખેડૂતોને મદદ આપવામાં આવશે.

  'ખેડૂતોને પ્રતિ હેક્ટર 10 હજાર મળશે'  કૃષિમંત્રી ફળદુએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધુ વરસાદથી જ્યાં પાકને વધુ નુકસાન થયું છે તેવા 20 જિલ્લાના 123 તાલુકામાં સહાય ચૂકવાશે. રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 3700 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. પ્રતિહેક્ટર SDRFના ધોરણો પ્રમાણે 6800 મળવા પાત્ર હોય છે. રાજ્ય બજેટમાંથી 3200 ઉમરો કરીને પ્રતિહેક્ટર 10 હજાર મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં 20 હજાર સુધીની સહાય મળશે. ટેકાના ભાવે શરૂ કરાશે પાકની ખરીદી કરાશે.

  આ પણ વાંચો - યુવક ઊંઘમાં ઝબકી જતા ફિયાન્સી ગઈ ભુવા પાસે, ભુવાએ સગીરા સાથે કર્યું ન કરવાનું

  .'ખેડૂતોની સહાય સીધી ખાતામાં જમા થશે'

  કૃષિમંત્રીએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે પેકેજની જાહેરાત કરી છે. આ વર્ષે પણ નુકશાન થયું છે. તેમા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને નુકશાનમાં આવરી લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વેના રિપોર્ટ આવ્યા છે. SDRF પ્રમાણે સહાય કરવા જણાવ્યું છે. તાલુકા કક્ષાએ રેન્ડમ સર્વે કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 2,16, 863 ખેડૂત ખાતેદારોને પાક નિષ્ફળ જવા પર સહાય સીધી ખાતામાં જમા થશે.

  સાંભળો કૃષિમંત્રીએ ખેડૂતો માટે કેવી જાહેરાત કરી  'કૉંગ્રેસ ખેડૂતોને ઉલ્લુ બનાવે છે'

  ફળદુએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો કેટલાક વિસ્તારોમાં ગેરપ્રચાર કરી રહ્યાં છે કે, સરકાર ક્યારે સર્વે થશે, ક્યારે કામગીરી પુરી કરીને સહાય અપાશે, આવા ખેડૂતોને ઉલ્લુ બનાવીને બેજવાબદારીભર્યા આક્ષેપો થઇ રહ્યાં છે એ બાબતે મારે સ્પષ્ટતા કરવી છે કે આ ખેડૂતોને પહેલી તારીખથી ઇ ગ્રામ હેઠળ અરજી કરવાની રહેશે. સરકારે જાહેર કરેલી જાહેરાતનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમે અમારી જાહેરાત પછી પણ જે વિસ્તારો છૂટી ગયા હશે ત્યાં પણ સરવે કરાશે પરંતુ જે જિલ્લાઓ આખા અસરગ્રસ્ત જાહેર કરાયા છે તેમાં કોઇ સર્વેની કામગીરી કરવાની રહેતી નથી. સરકારની સહાય મેળવવા માટે ખેડૂતોએ 1 ઑક્ટોબરથી અરજી કરવાની રહેશે.

  આ પણ વાંચો- સુરતમાં કોરોનાની સારવારમાં સાજા થયેલા લોકોને ફરી ઇન્ફેકશનનું જોખમ વધ્યુ
  Published by:Kaushal Pancholi
  First published:September 23, 2020, 13:29 pm

  ટૉપ ન્યૂઝ