ગાંધીનગર : કૃષિકાયદાના વિરોધમાં કૉંગ્રેસનાં નેતાઓની અટકાયત, 'કંપની રાજ પાછું આવશે'

News18 Gujarati
Updated: September 28, 2020, 2:18 PM IST
ગાંધીનગર : કૃષિકાયદાના વિરોધમાં કૉંગ્રેસનાં નેતાઓની અટકાયત, 'કંપની રાજ પાછું આવશે'

  • Share this:
લોકસભામાં પસાર થયેલાં કૃષિકાયદાના વિરોધમાં કોંગ્રેસ દેશવ્યાપી (Farmer Bill) દેખાવો કરી રહ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત કૉંગ્રેસે (Gujarat Congress) પણ આજે સોમવારે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરી વિરોધ પ્રદર્શન (protest) કર્યું છે. ગુજરાત કૉંગ્રેસનાં નેતાઓ કૃષિકાયદાનાં વિરોધમાં વિશાળ રેલી શરૂ કરે તે પહેલા જ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ સાથે ગુજરાત કૉંગ્રેસનાં કાર્યકર્તાઓ અને નેતાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ આવેદનપત્ર સુપરત કરવાના હતા. પરંતુ તે પહેલા જ તેમની કોરોનાકાળમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવા બદલ અટકાયત કરી લેવામાં આવી છે.

'કંપની રાજ પાછુ આવી જશે'

કૉંગ્રેસ ગુજરાતનાં નેતાઓ પરેશ ધાનાણી, અમિત ચાવડા, બળદેવજી ઠાકોર વગેરેની ગાંધીનગરમાં અટકાયત કરી દેવામાં આવી છે. અટકાયત સમયે અમિત ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કૃષિવિરોધી બિલને કારણે ખેડૂતોનું રાજ ખતમ થશે અને કંપની રાજ પાછુ આવી જશે.જ્યારે કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા એ જણાવ્યું કે, કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી દેશભરમાં વિરોધ કરી રહ્યું છે એ વિરોધ કિસનોના હિત માટે છે. ભલે અમારી અટકાયત થાય છતાં માત્ર ગાંધીનગર જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે કોંગ્રેસ વિરોધ કરશે અને આ કાળા કાયદાના વિરોધ માં જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવશે.



મહત્વનું છે કે, આજે સવારથી જ ગાંધીનગકર પોલીસ છાવણીમાં ફેરવવાઇ ગયું હતું. સોમવારે સવારે 10 વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓની ઉપસ્થિતીમા ગુજરાત વિધાનસભાની સામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દેખાવો કરવા ભેગા થયા હતા ત્યારે જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.

પંજાબમાં પણ વિરોધ પ્રદર્શન

કેન્દ્ર સરકાર કૃષિકાયદાને લોકસભામાં પસાર કરતાં દેશમાં વિરોધની અગનજવાળા ભભૂકી છે. પંજાબમાં તો ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. અકાલીદળે એનડીએનો સાથ છોડયો છે ત્યારે હવે કોંગ્રેસે પણ ખેડૂતોના સમર્થનમાં લડત લડવા નક્કી કર્યુ છે. ત્યારે કૃષિબિલના વિરોધમાં આજે ગુજરાત કોંગ્રેસે પાટનગરમાં હલ્લાબોલ કરવા નક્કી કર્યુ હતુ પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી છે.
Published by: Kaushal Pancholi
First published: September 28, 2020, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading