કેન્દ્ર સરકારે 15 ઓક્ટો.થી શાળા શરૂ કરવાની આપી મંજૂરી, પણ ગુજરાતમાં દિવાળી બાદ ખોલી શકે છે

News18 Gujarati
Updated: October 7, 2020, 7:18 AM IST
કેન્દ્ર સરકારે 15 ઓક્ટો.થી શાળા શરૂ કરવાની આપી મંજૂરી, પણ ગુજરાતમાં દિવાળી બાદ ખોલી શકે છે
પ્રતિકાત્મક તસવીર

આ સાથે ગુજરાત સરકારે ધોરણ 9થી 12નાં અભ્યાસક્રમની યાદી જાહેર કરી દીધી છે.

  • Share this:
કેન્દ્ર સરકાર  (Central Government) તથા શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે, દેશમાં 15મી ઓક્ટોબરથી એસઓપી (SOP) સાથે શાળા અને કોલેજો (School collage reopen) ખોલવાની મંજૂરી આપી છે. ત્યારે ગુજરાતમાં  (Gujarat) દિવાળી  (Diwali) બાદ શાળાઓ શરૂ કરવામાં આવશે. આ સાથે ગુજરાત સરકારે (GSEB) ધોરણ 9થી 12નાં  (standard 9 to 12 syllabus) અભ્યાસક્રમની યાદી જાહેર કરી દીધી છે.

બોર્ડનાં વિદ્યાર્થીઓના વાલીઓની માંગણી

આ સાથે કેટલાક વાલીઓ કે જેમના બાળકો ધોરણ 10 અને 12માં છે તેઓએ માંગણી કરી છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શિક્ષણ શરૂ કરો. જે પણ વિષય મહત્ત્વનાં છે તેને ભણાવો. હાલ શાળા ખાલી છે તો એક ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બાળકોને ભણાવવામાં આવે. પરંતુ કોરોના વાયરસને કારણે સરકાર કોઇ જોખમ લેવા માંગતી હોય તેવું લાગતુ નથી.

ઘટાડેલા અભ્યાસક્રમની યાદી આપી

ગુજરાત સરકારે ધોરણ 9થી 12નો અભ્યાસક્રમની યાદી જાહેર કરી દીધી છે.  તમે આ લિંક https://www.gsebeservice.com/ પર ક્લિક કરીને ઘટાડેલા અભ્યાસક્રમ અંગે જાણી શકો છો.  ગુજરાત સરકારે જણાવ્યું છે કે, ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં જે પ્રકરણો છે તેમાંથી જ પ્રશ્નો પૂછાશે. રદ્દ થયેલા અભ્યાસક્રમમાંથી પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકાશે નહીં. પરંતુ આ તમામ અભ્યાસક્રમનું જ્ઞાન શાળાઓ વિદ્યાર્થીઓને આપશે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક દૃષ્ટિએ નુકસાન ન થાય.

જો બાળકોને શાળામાં મોકલવા હશે તો આટલી વાચનું રાખવું પડશે ધ્યાન1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામા આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તો પણ તેને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, તેને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે. પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બલી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો તેનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો જ ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનાર વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વીમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

આ પણ જુઓ - 

17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.
18. પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટીકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.
19. ઢાકી શયાત તેવા ડસ્ટબિન (કચરાપેટી) હોવી જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

આ પણ વાંચો- COVID-19: હળદર-જીરું ખાવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ
Published by: Kaushal Pancholi
First published: October 7, 2020, 7:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading