Farmer Smartphone Scheme- ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના: ગુજરાત સરકારે સહાય રકમમાં કર્યો વધારો, હવે 40% સહાય મળશે
Farmer Smartphone Scheme- ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના: ગુજરાત સરકારે સહાય રકમમાં કર્યો વધારો, હવે 40% સહાય મળશે
સ્માર્ટફોન સ્કીમ
Gujarat Farmers Smartphone Scheme: મળતી માહિતી પ્રમાણે હવે ખેડૂતોને 10 ટકાને બદલે 40% સુધી સહાય કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના 25,000 ખેડૂતોને આ સહાયનો લાભ મળી રહેશે.
ગાંધીનગર: ગુજરાત સરકાર (Gujarat Government) તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાય (Gujarat Farmers Smartphone Scheme) આપવામાં આવી રહી છે. આ અંતર્ગત 10% સુધી સહાય ચૂકવવામાં આવતી હતી. હવે તે સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત માહિતી ખાતા (Information Department) તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હવે ખેડૂતોને 10 ટકાને બદલે 40% સુધી સહાય કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના 25,000 ખેડૂતોને આ સહાયનો લાભ (Gujarat farmers smartphone scheme) મળી રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા સ્માર્ટફોન સહાય માટે મહત્તમ 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. હવે ખેડૂતો મહત્તમ 6000 રૂપિયા સુધીની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મહત્તમ 6,000 રૂપિયા સુધીની જાહેરાત
માહિતી ખાતા તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજનામાં સહાયધોરણ ૧૦%થી વધારી ૪૦% (મહત્તમ રૂ.૬,૦૦૦/- સુધી) પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે રાજ્યના ૨૫,૦૦૦ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહેશે."
સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ સ્માર્ટફોનની કિંમતના 10 ટકા સુધીની (મહત્તમ 1500 રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
ખેડૂતોને સ્માર્ટ ફોન સહાય યોજનામાં સહાયધોરણ ૧૦%થી વધારી ૪૦% અને મહત્તમ રૂ.૬,૦૦૦/- સુધીની સહાય પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે રાજ્યના ૨૫,૦૦૦ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહેશે#GOGConnect#Agriculture#Gujaratpic.twitter.com/q9ynktK7xU
આ સ્કીમ તમામ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જોકે, જમીનની સંયુક્ત ભાગીદારીના કેસમાં ફક્ત એક જ ખેડૂતને સહાય મળશે. એક વખત અરજીનો સ્વીકાર થયા બાદ ખેડૂતો સ્માર્ટફોનનું બિલ, ફોનનો IMEI નંબર, કેન્સલ ચેક તેમજ જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ યોજનાની જાહેરાત નવેમ્બર 2021માં કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર