લૉકડાઉનમાં પાકવીમા અને દેવા માફી માટે જગતના તાતના 'ડિજિટલ ઉપવાસ આંદોલન'

લૉકડાઉનમાં પાકવીમા અને દેવા માફી માટે જગતના તાતના 'ડિજિટલ ઉપવાસ આંદોલન'
આંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે.

આંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે.

  • Share this:
ગાંધીનગર  :  વૈશ્વિક મહામારી કોરોનાને પગલે સમગ્ર દેશમાં માર્ચ મહિનાથી લૉકડાઉન કરવામાં આવ્યું છે. લૉકડાઉનના પગલે જગતના તાત એવા ખેડૂતોની હાલત કફોડી બની છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોના દેવા માફી કરે તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતોએ લૉકડાઉનના સમયમાં ડિજિટલ આંદોલન ચાલુ કર્યું છે. જે અંતર્ગત રાજયના જુદા જુદા વિસ્તારના ખેડૂતો પોતાના જ ઘરમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરી તેનો મોબાઈલ વીડિયો ઉતારી અન્ય ખેડૂતને ઉપવાસ આંદોલનમાં જોડાવવાનું કહેવામાં આવે છે.

આ ડિજિટલ ઉપવાસ આંદોલનની શરૂઆત ગુજરાતના જાણીતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને ખેડૂત આગેવાન ભરત સિંહ ઝાલાએ 15 મેનાં રોજ કરી હતી. ત્યાર બાદ ભરત સિંહ ઝાલના આ આંદોલનમા  જે. કે પટેલ, શૈલેષ ઠકકર,  વાસુદેવ પટેલ, રમજુભા જાડેજા, દસરથસિહ ગોહિલ,  ગંગાબેન રાઠોડ સહિત અનેક ખેડૂતોએ સમર્થનમાં એક દિવસીય  ડિજીટલ ઉપવાસ આંદોલનમા સામીલ થયા છે.





આ આંદોલના પ્રણેતા ભરતસિંહ ઝાલા જણાવી રહ્યા છે કે, જગતના તાતના દેવા નાબુદી પાક વિમાના પુરા નાણા અને ચોમાસુ વાવણી કરવા એકરે રોકડ સહાય માટે ઉપવાસ આંદોલન મા ગુજરાતના દરેક ગામડે ગામડેથી અમારા સમર્થનમાં ખેડૂતો એક એક દિવસનો ઉપવાસ કરી આ ડિજિટલ આંદોલનને સમર્થન આપ્યું છે. આ આંદોલન ફક્ત ગામડા પૂરતું સીમિત ન રહેતા શહેરી વિસ્તારોમાં પણ અનેક સામાજિક આગેવાનો એક દિવસનો ઉપવાસ કરી અમારી સાથે જોડાયા છે.



ખેડૂતો દ્વારા ધીમી ગતિએ ચાલુ કરવામાં આવેલ આ ડિજિટલ આંદોલન વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પોહચી રહ્યું છે. આંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં 24 હજાર જેટલા ખેડૂતો જોડાય ગયા છે. જેમાં અનેક ગામોમાં મહિલા ખેડૂતો એ પણ ઉપવાસ કર્યા છે. જો ખેડૂત નેતાનો આ દાવો સાચો હોય તો ચોકસ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર જો ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નહિ કરે તો  આ ડીઝીટલ આંદોલન એ રાજ્ય સરકાર મટે માથાના દુખાવા સમાન સાબિત થશે.

 
Published by:News18 Gujarati
First published:May 24, 2020, 12:31 pm