ગુજરાતના પૂર્વ સીએમ અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીનું (Madhav Singh Solanki) 94 વર્ષે નિધન (death) થયુ છે. કૉંગ્રેસના (Congress) અગ્રણી રાજકારણીઓમાં તેમનું નામ આવે છે. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે1976-1980-1985-1989માં ગુજરાતના (Gujarat EX CM) મુખ્ય મંત્રી રહી ચૂક્યા હતા. માધવસિંહ સોલંકીએ બાળકોને શિક્ષણની સાથે સાથે પૌષ્ટિક ખોરાક પણ મળી રહે તે હેતુથી શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજન (Madhyahan Bhojan) યોજના લાગુ કરી હતી. ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રાજ્યના વિકાસમાં સિંહફાળો રહેલો છે.
પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ 19મી નવેમ્બર 1984ના રોજ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી. શરૂઆતમાં રાજ્યના 68 તાલુકામાં શરૂ થયેલી યોજના ડિસેમ્બર 1984થી સમગ્ર રાજ્યમાં અમલી બની હતી. 2001 અને 2004ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પછી યોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી.1995થી યોજના માટે કેન્દ્ર સરકાર 75% અનુદાન આપે છે. આજે ગુજરાતનાં તમામ ગામો અને શહેરી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોજોગ આ યોજના અમલી છે, જેમાં 450 કેલેરીનો 180 ગ્રામ આહાર સરેરાશ 200 દિવસ આપવામાં આવે છે.
માધવસિંહ સોલંકીને રશિયાના પ્રવાસ દરમિયાન આ યોજનાની જાણ થયેલી. જે એમણે તાત્કાલિક ગુજરાતમાં અમલી બનાવી. એમની ઇચ્છા હતી કે આખા દેશમાં આ થવું જોઈએ. ત્યારે તેમણે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને આ અંગે વાત કરી હતી. પરંતુ ત્યારે આ યોજના દેશમાં લાગુ થઇ ન હતી.
બાદમાં માધવસિંહ કેન્દ્રમાં આયોજનમંત્રી બન્યા ત્યારે એમણે વડાપ્રધાન રાજીવ ગાંધીને આ અંગે વાત કરી. ત્યારે નાણા સચિવ મનમોહન સિંહે આર્થિક કારણ આગળ ધર્યા, પણ રાજીવ ગાંધીએ માધવસિંહને આયોજન પંચ દ્વારા મધ્યાહ્ન ભોજન યોજના દેશભરમાં લાગુ કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર