ખામ થિયરી માટે જાણીતા હતા પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી, જાણીએ શું છે આ થિયરી

ખામ થિયરી માટે જાણીતા હતા પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી, જાણીએ શું છે આ થિયરી
માધવસિંહ સોલંકીની ફાઇલ તસવીર

માધવસિંહ 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને 1960મા ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા. તો જાણીએ આ ખામ થિયરી શું છે?

 • Share this:
  રાજયના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું (MadhavSinh Solanki) 94 વર્ષની જૈફ વયે નિધન થયુ છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે ચાલ કલાકે રાખવામાં આવ્યા છે. માધવ સિંહ સોલંકી ચાર વાર ગુજરાતના મુખ્યપ્રધાન પદે તથા ભારતના વિદેશપ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓનો જન્મ 30 જુલાઈ 1927ના દિવસે થયો હતો. તેઓ 'ખામ થિયરી' (KHAM) માટે જાણીતા થયા હતા. આ થિયરીથી તેમણે 1980માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. માધવસિંહ 1957માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને 1960મા ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા. તો જાણીએ આ ખામ થિયરી શું છે?

  શું છે ખામ થિયરી?  ખામ થિયરીની વાત કરીએ તો, વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. કોઈપણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શકયુ. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો.(K-ક્ષત્રિય, H-હરિજન, A-આદિવાસી અને M-મુસ્લિમ એટલે KHAM) જે ખુબજ સફળ રહ્યો હતો.

  ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, રવિવારે 4 કલાકે થશે અંતિમ સંસ્કાર

  આ થિયરીના કારણે વિરોધનો પણ કરવો પડ્યો હતો સામનો

  માધવસિંહે 1980માં પહેલીવાર ખામ થિયરીનો પ્રયોગ કર્યો હતો. જેના કારણે પટેલ, બ્રાહ્મણ, વાણિયા જેવી જાતિઓ તેમની વિરોધી થઇ ગઇ હતી. 1981માં તેમણે સામાજિક અને આર્થિક રીતે નબળા લોકો માટે અનામત લાગુ પાડ્યું. જે બાદ પણ ઉહાપોહ થયો અને હિંસક તોફાનો પણ થયાં હતા.

  CM રૂપાણીએ માધસસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલી, એક દિવસનો શોક જાહેર  જે બાદ 1985માં તેમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું પરંતુ એ પછી ફરી એકવાર ખામ થિયરીના જોરે વધુ બહુમતી સાથે ચૂંટાઇ આવ્યા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:January 09, 2021, 11:16 am

  ટૉપ ન્યૂઝ