કોરોનાના પડકારજનક સંજોગોમાં ચોમાસાની વીજ અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરાઇ : સૌરભ પટેલ


Updated: May 19, 2020, 12:53 PM IST
કોરોનાના પડકારજનક સંજોગોમાં ચોમાસાની વીજ અંગેની પૂર્વ તૈયારીઓ શરૂ કરાઇ : સૌરભ પટેલ
ઉર્જા મંત્રી સૌરભ પટેલ

રાજયના વીજ ગ્રાહકોના પ્રશ્નો તથા વીજ વિભાગની કામગીરી આજથી પૂર્વવત બનશે.

  • Share this:
ગાંધીનગર : રાજયના ઉર્જામંત્રી  સૌરભ પટેલે જણાવ્યુ છે કે, કોરોના વૈશ્વિક મહામારીના પ્રતિકુળ સંજોગોમાં પણ આગામી ચોમાસા ઋતુની પૂર્વતૈયારીને ધ્યાને લેતા, વીજ વિતરણના માળખાની સમારકામ પ્રવૃત્તિઓ અનુસંધાને વિવિધ ફીડરોનું સમારકામ વીજ વિતરણ કંપનીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. આ સાથે સાથે રાજયના વીજ ગ્રાહકોના પ્રશ્નો તથા વીજ વિભાગની કામગીરી આજથી પૂર્વવત બનશે.

તેમણે ઉમેર્યુ કે, રાજયના વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને 24x7 કલાક અવિરત વીજ પૂરવઠો મળી રહે તે અર્થે જી.યુ.વી.એન.એલ. હેઠળ કાર્યરત ચારેય વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL અને UGVCL દ્વારા વિવિધ વીજ સેવા આવશ્યક પગલાઓ અને કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ ગ્રાહકલક્ષી કાર્યોમાં ગ્રાહકોની વ્યક્તિગત ફરિયાદ, કોઈપણ વિસ્તારની ફરિયાદ કે કોઈપણ ફીડર બંધ હોવાની નોંધણી વીજ વિતરણકંપનીઓના 24x7 કલાક કાર્યરત ગ્રાહક સેવા કેન્દ્ર (Customer Care Centres) દ્વારા નોંધણી કરી નિકાલ કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરીને સત્વરે હાથ ધરાશે.

આ પણ વાંચો- અમદાવાદમાં 55 દિવસ બાદ છૂટછાટ મળતા લોકો ઘરની બહાર નીકળ્યાં, દુકાનો બહાર લાંબી લાઇનો લાગી

તેમણે કહ્યુ કે વીજ વિતરણ કંપનીઓ દ્વારા નીચે જણાવેલી કામગીરીઓ પણ શરૂ કરવામા આવી રહી છે. જેમાં નવા રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક વગેરે હેતુ માટેના વીજ જોડાણોની અરજીઓનો સર્વેની કામગીરી, એસ્ટીમેટ આપવાની કામગીરી, વીજ વિતરણ માટે વીજલાઈન ઉભી કરવાની કામગીરી તેમજ વીજ મીટર લગાડી વીજ જોડાણ ચાલુ કરવાની કામગીરી,  ગ્રાહકોના હયાત વીજ જોડાણોમાં વીજ ભાર વધારો મંજૂર કરવાની કામગીરી, ગ્રાહકોના વીજ સ્થાપનના ખામીયુક્ત વીજ મીટરો બદલવાની કામગીરી, દરેક ક્ષેત્રિય, વિભાગીય તથા પેટા-વિભાગીય કચેરીના સ્તરેથી જરૂરી માલસામાનની તથા કોન્ટ્રાકટરના કારીગરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની કામગીરી, સોલાર રૂફટોપ જોડાણમા જે કનેક્શનની સોલાર સિસ્ટમ લાગી ચૂકી છે તેવા વીજ જોડાણોમાં મીટર લગાવવાની કામગીરી, ગુજરાતમાં આવેલા મટીરિયલ્સના ઉત્પાદકોને ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી, ગુજરાતમાં આવેલા સોલાર પેનલના ઉત્પાદકોને ત્યાં ઇન્સ્પેક્શનની કામગીરી ગ્રાહકોને ત્યાં લગાડવામાં આવતા વીજ મીટરના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ જુઓ - 

 
First published: May 19, 2020, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading