Home /News /north-gujarat /

લૉકડાઉન માટે રાજ્યની 80 ટકા પોલીસ ખડેપગે, ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ એક્શનમાં

લૉકડાઉન માટે રાજ્યની 80 ટકા પોલીસ ખડેપગે, ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ એક્શનમાં

પ્રતિકાત્મક તસવીર

સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અફવાઓ ફેલાવતા વ્યક્તિઓ સામે પણ કડક પગલા લેવામાં આવી રહ્યા છે.

ગાંધીનગર : આખા રાજ્યમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે. રાજ્યનાં પોલીસ વડા  શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ પર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેની કડક અમલવારી માટે ગુજરાત પોલીસ સહેજ પણ કચાશ ચલાવી લેવા માંગતી નથી. રાજ્યના શહેરી વિસ્તારોમાં પોલીસનું એન્ટ્રી - એકઝીટ પોઇન્ટ પર સઘન ચેકીંગ ઉપરાંત સીસીટીવી અને ડ્રોન મારફતે સતત સર્વેલન્સ હાથ ધરીને જડબેસલાક સર્વેલન્સ- ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકડાઉનની ચુસ્ત અમલવારીના આદેશ આપી દેવાયા છે. એટલું જ નહિ સોસાયટીઓમાં પણ ચેકીંગ હાથ ધરવા તમામ જિલ્લાના પોલીસ વડાઓને સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું પણ જણાવ્યું છે.

રાજ્ય પોલીસ વડાએ વધુમાં ઉમેર્યું કે, સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે ગઇકાલથી સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેના આધારે પણ ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલથી અત્યાર સુધીમાં સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સ મારફતે 14 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી અફવાઓ ફેલાવતા વ્યક્તિઓ સામે પણ કડક પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ મામલે 46 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

જે વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે તેવી કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તાત્કાલિક 100  નંબર પર પોલીસને તે વ્યક્તિ અંગે જાણ કરવાની પડોશીઓને અપીલ કરી છે.

આ પણ વાંચો - Urgent: AMC મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે, જાણો વિગત

રાજ્ય પોલીસ વડાએ વધુમાં કહ્યું કે, લોકડાઉનની  કડક અમલવારી માટે રાજ્યની 80 ટકા પોલીસ તૈનાત છે. બે શિફ્ટમાં જનતાની સેવામાં પોલીસ ખડેપગે રહે છે. 70 હજાર પોલીસ અધિકારી - કર્મચારીઓ, 36 હજારથી વધુ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો લોકડાઉનની કડક અમલવારી માટે ફરજ પર છે. જનતાના હિત માટે જ પોલીસ કડકાઈ કરી રહી છે. હજુ પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિને કેટલાક લોકો હળવાશથી લેતા હોવાની મળેલી વિગતોને ગંભીરતાથી લઈને સંબંધિત જિલ્લાઓના પોલીસ વડાઓને કડક અમલવારી કરાવવા સૂચનાઓ આપી દેવાઈ છે. હવે ક્રાઇમ બ્રાન્ચ અને રેપિડ એક્શન ફોર્સ પણ આવા વિસ્તારોમાં કડક અમલવારી કરાવશે. તે ઉપરાંત બિનજરૂરી બહાર નીકળતા વ્યક્તિઓના વાહન જપ્તીની કાર્યવાહી પણ ચાલુ છે.

પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 580 અને હોમ ક્વૉરન્ટાઈન ભંગના 418 મળી કુલ 1098 ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 2041 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 6131 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ 5898 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

આ વીડિયો પણ જુઓ -  
Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, Lockdown, Security, ક્રાઇમ બ્રાંન્ચ, ગુજરાત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन