ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વર્ગો શરૂ થશે, માસ પ્રમોશન નહીં

ગુજરાતમાં 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વર્ગો શરૂ થશે, માસ પ્રમોશન નહીં
ભુપેન્દ્રસિંહ ચુડાસ્મા (ફાઈલ ફોટો)

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે. કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શાળા ખોલવામાં આવશે.

 • Share this:
  કેબિનેટની બેઠક (Cabinet meeting) બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) નું મહત્તવનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 11 જાન્યુઆરીથી તમામ બોર્ડના  ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે

  આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.  આ અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે.

  'રૂપિયા મફતમાં નથી આવતા,' અમદાવાદમાં યુવકે માસ્કના દંડ મામલે પોલીસકર્મીને લાફો ઝીંકી દીધો

  SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

  તેમણે વધુમાં જણાવ્યું કે, શાળા કોલેજો એ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે. શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકોએ અધિકારીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્ય અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે.

  શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં

  શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં. શાળાઓએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે. આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે.

  અમદાવાદ: સોનીના વાહનમાંથી ચોરે ચાવી લઇ ખોલ્યા દુકાનના શટર, શાંતિથી 45 લાખના દાગીનાની ચોરી કરી થયો ફરાર

  વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં

  તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.  કેન્દ્ર સરકારની SOP પ્રમાણે બાળકો સ્કૂલે જશે તો તેણે આ વાતોનું ધ્યાન રાખવું પડશે
  • ફેસ માસ્ક પહેરવું પડશે.
  • બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.

  • ગમે ત્યાં થૂકી નહીં શકે.

  • જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.

  • થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.

  • હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.

  • બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.

  • સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.

  • એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.

  • એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.

  • શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.

  • સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ સોલ્યુશન આપવાનું રહેશે.

  • પલ્સ ઓક્સિમીટરની વ્યવસ્થા ફરજિયાત રીતે હોવી જોઈએ, જેથી એન્સિટોમેટિકના ઓક્સિજનના સ્તરની તપાસ થઈ શકે.

  • વિદ્યાર્થી પુસ્તકો, અભ્યાસ સામગ્રીની કોપી, પેન્સિલ, પેન, વોટર બોટલ (પાણીની બોટલ), જેવી સામગ્રી એકબીજાની સાથે આપ-લે કરી શકશે નહીં

  • પ્રેક્ટિકલના સમયે વિદ્યાર્થી વિવિધ સેક્શનમાં જશે. વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને એકસાથે લેબોરેટરી (પ્રયોગશાળા)માં લઈ જઈ શકાશે નહીં.

  Published by:Kaushal Pancholi
  First published:January 06, 2021, 12:41 pm

  ટૉપ ન્યૂઝ