કોરોનાનો કહેર : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ, MLA મનિષા વકીલ, BJP નેતા IK જાડેજા સંક્રમિત

કોરોનાનો કહેર : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ, MLA મનિષા વકીલ, BJP નેતા IK જાડેજા સંક્રમિત
કોરોનાના ભરડામાં નેતાઓ

અત્યારસુધીમાં રાજ્ય સરકારના 6 મંત્રી પોઝિટિવ, રાજ્યના ખૂણે ખૂણે કોરોના વિસ્ફોટ, ગાંધીનગર કોરોનાના વિષચક્રમાં

 • Share this:
  ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં જેમ જેમ એપ્રિલના દિવસો વીતી રહ્યા છે તેમ તેમ મોટો વર્ગ કોરોના વાઇરસની ઝપટમાં આવી રહ્યો છે. સંક્રમણની ચેઇન તૂટી નથી રહી તેવામાં નેતાઓ અને મંત્રીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. દરમિયાનમાં આજે સવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડોદરાના ધારાસભ્ય મનિષા બેન વકીલ, અને ભાજનાના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા પોઝિટિવ આવ્યા છે.

  કોરોના વાઇરસના વીશચક્રમાં અત્યારસુધીમાં ગાંધીનગરના 6 મંત્રીઓ સપડાઈ ચુક્યા છે અને સાતમાં મંત્રી આરસી ફળદુંના પત્ની પોઝિટિવ હોવાથી તેઓ પણ હોમ ક્વૉરન્ટાઇન છે. આ સ્થિતિમાં સરકાર હવે રાત્રિ કર્ફ્યૂ તરફ વળી છે પરંતુ સ્થિતિ દિનપ્રતિદિન દર કલાકે કથળી રહી છે.  વધુ એક અધિકારી કોરોનાના કારણે મોતને ભેટ્યા

  દરમિયાન રાજ્યનાં વધુ એક અધિકારી કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અતુલ વખારીયાનું કોરોનાના કારણે દુ:ખદ નિધન થયું છે. વખારિયાનું આજે સવારે નિધન થતા અધિકારીઓ વ્યથીત થયા છે.

  ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં 18 જેટલા કેસ

  દરમિયાન રાજ્યની અતિચર્ચાસ્પદ એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી મારી લીધી છે. આઈઆઈએમને અજગર ભરડામાં લીધા બાદ કોરોનાના સંક્રમણની ગતિ શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળી રહી છે તેવામાં છેલ્લા 8 દિવસમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં 14 જેટલા કેસ આવ્યા છે.

  આ પણ વાંચો : મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

  મહેસુલ અધિક મુખ્ય સચિવ અને એમએસએમઈ કમિશનરને કોરોના

  દરમિયાન રાજ્યના ઉદ્યોગ ભવનમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને ઉદ્યોગ વિભાગને એમએસએમઈ કમિશન રણજીક કુમારને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

  ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 7 વકીલો ઝપટમાં

  ગાંધીનગરમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આજે કરવામાં આવેલા ટેસ્ટીંગમાં 20માંથી 7 વકીલોમાં ચેપ ફેલાઈ ગયો છે. એક બાજુ હાઇકોર્ટ બંધ છે ત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સંક્રમણ ફેલાતા ચિંતા વધી છે.

  આ પણ વાંચો : વડોદરાની કરૂણ ઘટના! અંતિમવિધિ માટે શબવાહિની ન મળી, વૃદ્ધાનો મૃતદેહ રેકડીમાં લઈ જવો પડ્યો

  સાંજે મુખ્યમંત્રી વડાપ્રધાન સાથેની બેઠકમાં ભાગ લેશે

  વડાપ્રધાન મોદી સાથે સાંજે યોજાનારી બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી ભાગ લેવાના છે. આ બેઠકમાં કોરોના સામે લડવાના નક્કર પગલાં સાથે નવી રણનીતિની ચર્ચા કરવામાં આવી શકે છે. સંભવત: આ સમીક્ષા બેઠક હશે જેમાં વડાપ્રધાન કેટલાક જિલ્લાઓમાં સ્થિતિના આધારે સ્થાનિક કક્ષાએ આકરાં પગલાં લેવાના નિર્દેશ આપી શકે છે.
  Published by:Jay Mishra
  First published:April 08, 2021, 13:19 pm