ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પછી સ્કૂલ અને કૉલેજો શરૂ કરવી કે નહીં તે અંગે ચર્ચા કરવા માટે આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Guj Education Minister Bhupendrasinh Chudasama)ની અધ્યક્ષતામાં બેઠક મળી છે. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગ (Health Department)ના અધિકારીઓ પણ હાજર છે. આ તમામ લોકો ચર્ચા વિચારણા બાદ રાજ્યમાં દિવાળી પછી કઈ રીતે સ્કૂલ-કૉલેજ શરૂ કરવી તે અંગે ગાઇડલાઇન (School/Colleges Guidelines) તૈયાર કરવામાં આવશે. જાણકારી પ્રમાણે રાજ્ય સરકારે દિવાળી પછી ધોરણ-9થી ધોરણ-12 સુધીના ક્લાસ શરૂ કરવા માટે લીલીઝંડી આપી શકે છે. જ્યારે ધોરણ-1થી ધોરણ-8 સુધીના વિદ્યાર્થીઓ માટે હાલ ઓનલાઇન અભ્યાસ (Online Education)ની સુવિધા ચાલુ રાખવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને અમુક રાજ્યમાં શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં ધોરણ-9થી ધોરણ-12 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા છે. આ માટે ખાસ નિયમો પણ બનાવવામાં આવ્યા છે. હવે ગુજરાત સરકાર પણ ચર્ચા વિચારણ બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલો શરૂ કરવા મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિપ્રાય પણ લેવામાં આવશે. અભ્યાસ માટે હાલ વિદ્યાર્થીઓ પાસે બે વિકલ્પ રહેલા છે. એક તો સરકાર મંજૂરી આપે તો દિવાળી પછી ધોરણ-9થી ઉપરના વિદ્યાર્થીઓ સરકાર નક્કી કરે તે માર્ગદર્શિકાને અનુસરીને સ્કૂલ ખાતે આવી શકે છે. બીજું કે હાલ જે રીતે ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે તેને ચાલુ રાખવામાં આવી શકે. આ ઉપરાંત કૉલેજમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા મામલે જે તે યુનિવર્સિટીના વીસીનો અભિપ્રાય પણ લેવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાને પગલે ગત માર્ચ-2020 સ્કૂલો બંધ કરવામાં આવી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સ્કૂલોને ફરીથી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યુ હતુ કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી પછી સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય આરંભ કરવાનો નિર્ણય લેવાયો છે. આ મામલે અંતિમ નિર્ણય આરોગ્ય વિભાગ સાથે ચર્ચા બાદ જ લેવામાં આવશે.
આ પણ જુઓ-
નિયમોનો આધિન શિક્ષણ કાર્ય શરૂ કરાશે:
ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરતા પહેલા ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન જેવી બાબતોનું સ્કૂલોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા, એક બેચ પર કેટલા વિદ્યાર્થીઓને બેસાડવા, સ્કૂલોની કેન્ટિન શરૂ રાખવી કે બંધ, વિદ્યાર્થીઓને ફૂલ ટાઇમ બોલાવવા કે ફક્ત અમુક કલાકો માટે બોલાવવા, જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવવા માંગતા તેમના માટે શું વ્યવસ્થા કરવી, તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે બોલાવવા અને 50 ટકાને જ બોલાવવા વગેરે બાબતો અંગે આજની બેઠકમાં ચર્ચા બાદ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર