રાજ્યમાં લૉકડાઉન થશે? નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન, RT-PCR ટેસ્ટનાં ભાવમાં કરાયો ઘટાડો

રાજ્યમાં લૉકડાઉન થશે? નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન, RT-PCR ટેસ્ટનાં ભાવમાં કરાયો ઘટાડો
લૉકડાઉનથી કોરોનાની ચેઇન તૂટે છે કે કેમ તે સાબિત થઈ શક્યું નથી

રાજ્યમાં કાલથી લેબમાં અને ઘરેથી સેમ્પલ કલેક્શન કરી થતા RT-PCR ટેસ્ટના ભાવ જાહેર કરવામાં આવ્યા

  • Share this:
ગાંધીનગર : રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitn Patel) ગાંધીનગરથી આજે કોરોના વાયરસની (Coronavirus) સ્થિતિ અંગે કેટલીક જાહેરાતો કરી છે. આ મહત્ત્વપૂર્ણ જાહેરાતમાં લૉકડાઉન, આરટીપીસીઆર ટેસ્ટનાં ભાવ, ઑક્સીજન અંગેની જાહેરાતો કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યમાં આવતીકાલથી આરટીપીસીઆર (RT-PCR) ટેસ્ટનો ભાવ લેબોરેટરીમાં જઈને કરવો તો 100 રૂપિયા ઓછા ભાવે થશે જ્યારે સેમ્પલ કલેક્શનમાં 200 રૂપિયા ઓછા ભાવે થશે.

નીતિન પટેલે જાહેરા કરી કે અત્યારસુધી આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ રૂપિયા 800 હતા તે ઘટાડી અને લેબમાં 700 રૂપિયાનો ભાવ કરવામાં આવ્યો છે. જ્યારે ઘરેથી સેમ્પલ કલેક્શનનો ભાવ રૂપિયા 1100 હતો તે ઘટાડી અને રૂપિયા 900 જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ લેબોરેટરી આનાથી વધુ ભાવ લઈ શકશે નહીં.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, તા. 18 એપ્રિલની સ્થિતિએ RT-PCR ના 73,711, એન્ટીજનના 92,000 ટેસ્ટ મળી કુલ-1,65,711 જ્યારે અત્યાર સુધીમાં RT-PCR ના 40,99,578 અને એન્ટીજનના ટેસ્ટ 1,19,16,927 મળી કુલ - 1,60,16,505 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : છોટાઉદેપુર : સંબંધોની હત્યા, ભત્રીજા બન્યા ખૂની! પોતાના જ કાકા-કાકીનું કર્યુ ખૂન

કોઈ પણ રાજ્ય સંપૂર્ણ લૉકડાઉન માટે સહમત નથી

નીતિન પટેલે લૉકડાઉન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે વિકેન્ડ કર્ફ્યૂથી કે વહેલી બજારો બંધ કરી દેવાથી સંક્રમણ નથી ફેલાતું કે અટકાવી શકાય એ મતે વૈજ્ઞાનિકો સહમત નથી. આપણે રાત્રિ કર્ફ્યૂ તો એટલા માટે અમલમાં મૂકીએ છીએ કે તેનાથી સંક્રમણ જાહેર જગ્યાઓેથી વધુ ન ફેલાય. લોકો રાત્રે હોટલોમાં પાનના ગલ્લે અને સોસાયટીની બહાર એકઠાં થતા હોય છે ત્યારે આનાથી કેટલીક રાહત મળશે.

ઑક્સીજન પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય

રાજ્ય સરકાર હસ્તકની 11 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓની સારવાર માટે PSA મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવાનો પણ નિર્ણય કર્યો છે જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 2000 એલ.પી.એમ. તથા સોલા જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ અને વડોદરાની ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ ખાતે 1200 એલ.પી.એમ. તેમજ પાટણની ધારપુર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જુનાગઢની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર અને વેરાવળ ખાતે 700 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતાં મેડીકલ ઓક્સીજન જનરેશન પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ: ઘર કંકાસમાં માતાએ ફૂલ જેવી દીકરીને લટકાવી પોતે પણ આપઘાત કરી લીધો

મા કાર્ડની મુદત લંબાવાઈ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 30મી જૂન-2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી એ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.31.03.2021 ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.30.06.2021 સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે જેની રાજયના સર્વે નાગરિકોને નોધ લેવા વિનંતી છે.
Published by:Jay Mishra
First published:April 19, 2021, 19:24 pm

ટૉપ ન્યૂઝ