મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે: નીતિન પટેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રહેવું પડી શકે છે: નીતિન પટેલ
નીતિન પટેલ (ફાઈલ તસવીર)

CM Vijay Rupani tested corona positive: મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. સાત દિવસ સુધી હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહેશે.

 • Share this:
  ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona report) આવવા મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Dy CM Nitin Patel) પત્રકાર પરિષદ સંબોધી હતી. આ મામલે તેમણે જણાવ્યું હતું કે, તેમને અઠવાડિયા સુધી સારવારમાં રાખવામાં આવી શકે છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે યુ.એન.મહેતા હાર્ટ હૉસ્પિટલ (U N Mehta Heart hospital) ખાતે જ તેમની કોરોનાના દર્દી તરીકે સારવાર ચાલશે. નીતિન પટેલના કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીને 100 ડિગ્રીની આસપાસ તાવ હતો. તેઓ તાવની દવા પણ લેતા હતા. રવિવારે વડોદરા ખાતે તેઓ ઢળી પડ્યા હતા તે અંગે ડૉક્ટરોનું માનવું છે કે સતત કામને લીધે થાક અને ઉજાગરાઓને લીધે આવું થયું હોવાની શક્યતા છે. તેમના અન્ય તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે.

  નીતિન પટેલનાં સંબોધનના અંશો:   -મુખ્યમંત્રી સાથેના કોઈ લોકો સંક્રમિત થયાની જાણકારી મળી નથી.

  -રવિવારે રાત્રે સીએમનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, સોમવારે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

  -મુલાકાતીઓને હાલ સીએમને મળવા દેવામાં નહીં આવે. હૉસ્પિટલમાં કોરોનાનાં દર્દી તરીકે સારવાર ચાલશે.

  -એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવી શકે છે.

  -ડૉક્ટરોને બધુ બરાબર લાગે તે બાદમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

  -યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલ ખાતે જ તેમની સારવાર આવશે.

  -રવિવારે ચક્કર આવી ગયા હતા, આ મામલે તમામ ટેસ્ટ સામાન્ય આવ્યા છે.

  -મુખ્યમંત્રીને ડાયાબિટિસ કે બીપીની કોઈ જ તકલીફ નથી.

  -મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને પણ સોંપવામાં નહીં આવે. મુખ્યમંત્રી મોબાઇલ એપ મારફતે તમામ લોકોનાં સંપર્કમાં રહે છે.

  અમિત શાહનું ટ્વિટ:

  મુખ્યમંત્રી વિજય રૂપાણી સંક્રમિત થવા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું છે કે, "ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpજી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય."

  સી.આર.પાટીલનું ટ્વીટ:

  રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા હૉસ્પિટલમાંથી રજા અપાશે

  પ્રાપ્ત માહિતી પ્રમાણે સીએમ વિજય રૂપાણી સાત દિવસ સુધી યુ.એન.મહેતા હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેશે. આ દરમિયાન તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તે બાદમાં જ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જે બાદમાં તેઓ પોતાના ઘરે પણ ક્વોરન્ટીન રહેશે. આ દરમિયાન અન્ય વ્યવસ્થા બરાબર રીતે ચાલે તે માટે તેઓ ટેલિફોનના માધ્યમથી સરકારના નેતાઓ અને અધિકારીઓના સંપર્કમાં રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 15, 2021, 13:54 pm

  ટૉપ ન્યૂઝ