નીતિન પટેલની ગુજરાતના કૉંગ્રેસી નેતાઓને ચેતવણી, 'ક્યાંય મારું નામ લેવું નહીં'

News18 Gujarati
Updated: March 11, 2020, 2:41 PM IST
નીતિન પટેલની ગુજરાતના કૉંગ્રેસી નેતાઓને ચેતવણી, 'ક્યાંય મારું નામ લેવું નહીં'
નીતિન પટેલની ફાઇલ તસવીર

હું કૉંગ્રેસના નેતાઓને જણાવવા માંગું છું કે તમે બધાને મળ્યાં હશો, પરંતુ નીતિન પટેલને નહીં મળ્યાં હોવ : નીતિન પટેલ

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ પણ ગરમાયું છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) ના રાજીનામા બાદ સરકાર પર સંકટ ઉભું થયું છે. મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાં કૉંગ્રેસ (Gujarat Congress)ની સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના નિવેદન બાદ ગુજરાતમાં બીજેપી-કૉંગ્રેસ (Gujarat BJP-Congress)ના નેતાઓ સામસામે આવી ગયા છે. ગુજરાતમાં કૉંગ્રેસમાં બધુ બરાબર ન હોવાના વિજય રૂપાણીના નિવેદનનો જવાબ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda)એ આપ્યો હતો, જેમાં અમિત ચાવડાએ સીએમ રૂપાણીની ખુરશી (Amit Chavda Statement on Vijay Rupani) પર જોખમ હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં બીજેપીની હાલત વિશે વાત કરતા ચાવડાએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Gujarat Deputy CM Nitin Patel)ના ભાજપમાં હાલ ખરાબ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કૉંગ્રેસના નેતા ભરતસિંહે (Congress Leader Bharatsinh Solanki) નીતિન પટેલે કૉંગ્રેસમાં જોડાવાની ઑફર કરી હતી. આ મામલે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તડાફડી બોલાવી હતી અને કહ્યું હતું કે તેઓ ભાજપમાં જ છે અને રહેશે. સાથે જ તેમણે કૉંગ્રેસને નેતાઓને તેમનું નામ નહીં લેવાની ચેતવણી પણ આપી હતી.

નીતિન પટેલની તડાફડી

ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં નીતિન પટેલે જણાવ્યું કે, "મીડિયા મારફતે મને જાણકારી મળી છે કે ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે એવું નિવેદન કર્યું છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી 15 ધારાસભ્યો સાથે કૉંગ્રેસમાં આવે તો અમે તેમને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર છીએ. હું ભરતસિંહ, અમિત ચાવડા તેમજ કૉંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોને કહેવા માંગું છું હું જનસંઘના સમયથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. નગરપાલિકાના સભ્યથી લઈને નાયબ મુખ્યમંત્રી પદ સુધી ભારતીય જનતા પાર્ટીએ મને કામ કરવાની તક આપી છે."

આ પણ વાંચો : વિજય રૂપાણીની ખુરશી ખેંચવાની સ્ક્રિપ્ટ દિલ્હીથી લખાઇ ચુકી છે : અમિત ચાવડા

'કોંગ્રેસ વેરણછેરણ બની'

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "ભારતીય જનતા પક્ષ મારા લોહી, હૃદય અને મનમાં છે. કોઈ પણ પ્રકારની સત્તા લાલચ મારા જીવનને કે મારા રાજકીય જીવનને અડી શકી નથી. ભૂતકાળમાં આ પ્રયોગ થઈ ચુક્યો છે. શંકરસિંહે રાજપાની સ્થાપના કરીને અલગ સરકાર બનાવી હતી. એ સમયે હું કડીનું પ્રતિનિધિત્વ કરતો હતો. એ સમયે મને ઘણી ઑફરો થઈ હતી. એ સમયે પણ હું ભાજપ સાથે જ રહ્યો હતો. અત્યારે પણ કોઈ મુખ્યમંત્રી બનાવવાની લાલચ આપે તો પણ હું ભાજપ સાથે જ જોડાયેલો છું. મારા જીવનના સિક્કામાં એક બાજુ હું અને બીજી બાજુ ભાજપનું કમળ છે. ટૂંકી દ્રષ્ટિના ઘણા લોકો ઘણા સમયથી સત્તા માટે તલપાપડ બન્યા છે. કૉંગ્રેસ પક્ષ વેરણછેરણ થઈ ગયો છે." 

આ પણ વાંચો : જ્યોતિરાદિત્યનો નિર્ણય યોગ્ય, કૉંગ્રેસ અંદરોઅંદરની લડાઈમાં હોમાઈ ગઈ છે : વિજય રૂપાણી

કૉંગ્રેસના નેતાઓને નીતિન પટેલનું ચેતવણી

"કૉંગ્રેસના નેતાઓને ખબર નથી કે નીતિન પટેલ કેવો નીડર અને સિદ્ધાંતવાદી છે. ભવિષ્યમાં હું સત્તા પર હોઉં કે ન હોઉં, મારા માટે એકમાત્ર ભારતીય જનતા પક્ષ જ છે. હું પક્ષ સાથે વિચારો અને સિદ્ધાંતોથી જોડાયેલો છું. આ લોકો ટીવીમાં ધ્યાન ખેંચવા માટે આવા નિવેદનો કરે છે. મારા નામનો ઉલ્લેખ કરે તે યોગ્ય નથી. હું એમના જેવો સત્તા લાલચુ નથી કે સત્તા માટે ગમે તે પક્ષમાં જતો રહું. હું ભાજપની વિચારસરણીને વરેલો છું. હું તેમને ચેતવણી આપું છું કે, તમારું જે થવાનું હોય તે થાય, પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે કોઈ કૉંગ્રેસી મારા નામનો ઉલ્લેખ ન કરે. તમે બધાને મળ્યાં હશો, નીતિન પટેલને નહીં મળ્યા હોવ. હું ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ આપું છું કે ભાજપ જ મારું જીવન છે."
First published: March 11, 2020, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading