Home /News /north-gujarat /

Gujarat Def-Expo 2022: VIP મહેમાનો માટે 200 હોટલ અને 5000 મોંઘી કારનું બુકીંગ

Gujarat Def-Expo 2022: VIP મહેમાનો માટે 200 હોટલ અને 5000 મોંઘી કારનું બુકીંગ

Def-Expo 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.

Gujara Def-Expo 2022: ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ યોજવવા જઈ રહી છે Def-Expo 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ યોજવવા જઈ રહી છે. Def-Expo 2022નું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. 10 થી 14 માર્ચ 2022 દરમિયાન ડિફેન્સ એક્સપો યોજાશે. જેમાં ભૂમિ, વાયુ, સમુદ્રી અને આંતરિક ગૃહભૂમિ સુરક્ષા તેમજ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને કેન્દ્ર સ્થાને રાખીને આ મેગા સંરક્ષણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. ડિફેન્સ એક્સપોની થીમ ‘ભારત-ઉભરતું સંરક્ષણ વિનિર્માણ હબ’ રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં 70 કરતાં વધારે દેશો સહભાગી બનશે. ભવિષ્યના યુદ્ધોને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટનો ઉદ્દેશ સંઘર્ષો માટેની નવતર ટેકનોલોજીઓના પ્રભાવો અને તેના માટે જરૂરી ઉપકરણો તેમજ પ્લેટફોર્મ પર તેના પરિણામી પ્રભાવોને ઓળખવાનો છે.

Def-Expo 2022 વીઆઇપી મહેમાનો માટે વ્યવસ્થા

Def-Expo 2022નું આયોજન કરવામાં આવ્યું છે. એક્સપોને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ડિફેન્સ એક્સપોમાં દેશ વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 5000 થી વધુ મોંઘી કાર બુક કરવામાં આવી છે. જેમાં ઓડી, મર્સિડીઝ, BMW કારનું એડવાન્સ બુક કરવામાં આવી છે. સાથે વીઆઇપી મહેમાનો માટે અમદાવાદ અને ગાંધીનગર 200થી વધારે હોટલનું  બુકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 5 સ્ટાર હોટલથી લઈ 3 સ્ટાર સહિતની હોટલ બુક કરવામાં આવી છે.

આ પણ વાંચો- રાજ્યમાં ત્રીજી લહેર આથમ્યા પછી આજે પહેલીવાર 11 જિલ્લા અને એક મનપામાં કોરોનાના નવા કેસ શૂન્ય

Def-Expo 2022 લઈ એરપોર્ટથી લઈ અમદાવાદ અને ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાથે સુરક્ષાને લઈ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Surat Fire Incident: સુરતની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન, 20 લોકો ફસાયા

Def-Expo 2022નો કાર્યક્રમ

Def-Expo 2022મા સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો અને ઉદ્યોગો દ્વારા ભૂમિ, વાયુ અને સમુદ્ર તેમજ ગૃહભૂમિ સુરક્ષા સિસ્ટમ્સનું લાઇવ પ્રદર્શન થશે. આ પ્રદર્શન હેલિપેડ પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે. ઉદ્ઘાટન કાર્યક્રમો અને સેમીનારોનું આયોજન મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે યોજાશે. 10 માર્ચ 2022ના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થશે. જેમાં પ્રથમ ત્રણ દિવસ બિઝનેસ ડે તરીકે રાખવામાં આવશે. 13-14 માર્ચ 2022ના રોજ પબ્લિક ડે રહેશે એટલે કે જાહેર જનતા માટે રહેશે. તેમજ લાઇવ પ્રદર્શન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. Def-Expo-2022નું આયોજન કોવિડ-19  પ્રોટોકોલના પાલન સાથે યોજાશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gandhinagar News, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन