કોરોના અપડેટ્સ : સોમવારે કોરોનાના વધુ 108 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1851 પોઝિટિવ કેસ

કોરોના અપડેટ્સ : સોમવારે કોરોનાના વધુ 108 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1851 પોઝિટિવ કેસ
કોરોના વાયરસની જાણકારી મળતા આ પાણીના સ્પલાયને પૂરી રીતે રોકી દેવામાં આવ્યો છે. પાણીના આ ખતરા વિષે રિઝનલ હેલ્થ એજન્સીને પણ જાણકારી આપવામાં આવી છે.

રાજ્યમાં 106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી, આ લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી, રાજ્યમાં કુલ 67 મોત નોંધાયા છે.

 • Share this:
  ગાંધીનગર : ગુજરાતમાં સોમવારે કોરોના વાયરસ (Coronavirus)ના નવા 108 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તે સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવ (Corona Positive Cases) દર્દીઓની કુલ સંખ્યા 1851 થઈ છે. રવિવાર સાંજે પાંચ વાગ્યાથી સોમવારે સવારે 10 વાગ્યા સુધી ચાર લોકોનાં મોત થયા છે. જ્યારે આ દરમિયાન એક દર્દીને હૉસ્પિટલ (Hospital)માંથી રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ દર્દી (Corona Active Patient)ઓ 1662 છે. જ્યારે 16 લોકો વેન્ટિલેટર પર છે. આ સાથે રાજ્યમાં 106 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં કુલ 67 મોત નોંધાયા છે.

  ચાર દર્દીનાં મોત :  સોમવારે સવારે 10 વાગ્યા સુધી રાજ્યમાં ચાર કોરોના પોઝિટિવ દર્દીનાં મોત થયા છે. જેમાં અમદાવાદ જિલ્લામાં બે અને સુરતમાં બે મોતનો સમાવેશ થાય છે. અમદાવાદમાં 59 વર્ષીય પુરુષ અને 54 વર્ષીય પુરુષનું મોત થયું છે. જ્યારે સુરતમાં એક 70 વર્ષીય પુરુષ અને 80 વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે ભાવનગરની સર.ટી. હૉસ્પિટલ ખાતે 43 વર્ષીય પુરુષને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

  આ પણ વાંચો :  મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

  અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધારે પોઝિટિવ કેસ

  સૌથી વધારે પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 1192 કેસ નોંધાયા છે જ્યારે 34 લોકોનાં મોત થયા છે અને 29 લોકો સાજા થયા છે. વડોદરામાં કોરોનાના કુલ 181 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 7 લોકોનાં મોત અને આઠ લોકો સાજા થયા છે. સુરતમાં કુલ 244 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10 લોકોનાં મોત થયા છે અને 11 લોકો સાજા થયા છે.

   

  કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા?

  અમદાવાદ : 91 (જેમાંથી 66 કેસ હૉટસ્પોટ વિસ્તારના છે)
  અરવલ્લી : 6
  કચ્છ : 2
  મહિસાગર : 1
  પંચમાહાલ : 2
  રાજકોટ : 2
  સુરત : 2
  વડોદરા : 1
  મહેસાણા : 1
  Published by:News18 Gujarati
  First published:April 20, 2020, 10:45 am

  ટૉપ ન્યૂઝ