Home /News /north-gujarat /CM વિજય રૂપાણીનું સંબોધન: રાજ્યના આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો, કોરોના હારશે ગુજરાત જીતશે
CM વિજય રૂપાણીનું સંબોધન: રાજ્યના આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો, કોરોના હારશે ગુજરાત જીતશે
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)
ગુરુવારે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વતાચીતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, "મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના."
ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani) એ આજે 11 કલાકે સોશિયલ મીડિયા થકી રાજ્યના લોકોને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેઓએ રાજ્યના સ્વાસ્થ્યકર્મીઓને આભાર માન્યો હતો. તેમને સુપરહીરો ગણાવ્યા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ જે કામગીરી કરી રહ્યા છે તેમને બિરદાવી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોના હારશે અને ગુજરાત જીતશે.
મુખ્યમંત્રીના સંબોધનની મહત્ત્વની વાતો:
>> કોરોના મહામારીમાં ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફનું ખૂબ મોટું યોગદાન રહ્યું. તેમને કોટી કોટી વંદન. >> એક વર્ષના વિરામ વગર એ લોકો એક જ કામ કરી રહ્યા છે. તેમની મનોદશા સમજી શકાય એવી છે. >> તમે જે કરી રહ્યા છો તે અસામાન્ય છે. કોરોના સામે લડાઈ લાંબી ચાલી છે. >> હતાશ થવાની કે થાકવાની જરૂરી નથી. બધા સાથે મળીને લડીશું. માનવતાની જીત થશે. >> આરોગ્યકર્મીઓ અમારા સુપરહીરો છે. કોરોના હારશે ગુજરાત જીતશે.
અત્યારે લૉકડાઉનની કોઇ જરૂર નથી: વિજય રૂપાણી
ગુરુવારે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વતાચીતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, "મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના. કારણ કે લૉકડાઉનની અત્યારે કોઇ જરૂર નથી. લૉકડાઉન કોરોનાનું કોઇ સમાધાન પણ નથી. અમે રાત્રિ કર્ફ્યૂ કર્યો એટલે 24 કલાકમાંથી 10 કલાક લૉકડાઉન જ છે. અમે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી છે. ઓફિસમાં 50 ટકા સ્ટાફ, જીમ, મોલ, થિયેટર બંધ છે. છેલ્લે જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે આખા દેશમાં થયું હતું."
ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 44,298 થયો છે. મૃત્યુઆંક 5,000ને વટાવી ગયો. ગુરુવારે અમવાદામાં 2,672 કેસ નોંધાયા છે.