કોરોના મહામારીને (Corona Pandemic) કારણે માર્ચ મહિનાથી વિદ્યાર્થીઓ (Students) માટે શાળા (School) બંધ છે. શિક્ષણ કાર્ય ઓનલાઇન (Online Education) ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિમાં વાલીઓ વચ્ચે હાલ ચર્ચાનો વિષય છે કે, શાળા ક્યારે ખૂલશે. સરકારે (Gujarat Government) આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, દિવાળી (Diwali) પછી કોરોના સંક્રમણની સમીક્ષા કરીને જે તે નિર્ણય લેવામાં આવશે.
1થી 8 ધોરણનાં વિદ્યાર્થીઓેને માસ પ્રમોટ કરવાની માંંગણી હતી
ત્યારે વાલી મંડળે સરકારને રજૂઆત કરી હતી કે, 1થી 8 ધોરણનાં વિદ્યાર્થીઓેને માસ પ્રમોટ કરી દેવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. રાજ્ય સરકારે વાલી મંડળની માગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથેના શાળા સંચાલક મંડળના વેબિનારમાં સંકેત આપવામાં આવ્યા છે કે, કોરોના સંક્રમણ વચ્ચે દિવાળી પછી પણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા નહિ ખુલે. ધોરણ 1થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ન ખોલવાની વેબિનારમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે કહ્યું હતું કે, દિવાળી પછી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવા ગુજરાતભરના સ્કૂલ સંચાલકો સહમત થયા છે.
તબક્કાવાર ધોરણ 6થી 8 અને પછી પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવશે. સાથે જ દિવાળી વેકેશનને પણ એક અઠવાડિયા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળી પછી જો કોરોનાની સ્થિતિ કાબૂમાં રહેશે તો શાળા શરૂ કરવામાં આવશે.
શાળાનો સમય પણ ઓછો થઇ શકે છે
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, બીજો એક અભિપ્રાય એ હતો કે, અડધા વિદ્યાર્થીઓને સોમ, બુધ અને શુક્રવારે બોલાવી શકાય તો અન્યને મંગળ, ગુરૂ અને શનિવારે બોલાવી શકાય. અત્યારે સ્કૂલનો સમય પાંચ કલાક છે, તેના બદલે ત્રણ કે સાડા ત્રણ કલાકનો કરી બે કે ત્રણ શિફ્ટની અંદર બોલાવી શકાય. હવે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો થાક્યા છે. હવે પરિસ્થિતિ એવી આવી છે કે, સ્કૂલ હવે તાત્કાલિક શરૂ કરી દેવી જોઈએ.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર