રાજ્યમાં લૉકડાઉન અંગે CM રૂપાણીનું મોટું નિવેદન: 'લૉકડાઉન નહીં થાય, લોકોએ ડરવાની જરૂર નથી'

રાજ્યમાં લૉકડાઉન અંગે CM રૂપાણીનું મોટું નિવેદન: 'લૉકડાઉન નહીં થાય, લોકોએ ડરવાની જરૂર નથી'
સીએમ રૂપાણીની ફાઇલ તસવીર

'હાલ જ્યાં રાત્રી કર્યુ અમલી છે તે સિવાય વધારાનો કોઇ કર્ફ્યુ દિવસ દરમ્યાન નહીં નાંખવામાં આવે.'

  • Share this:
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (coronavirus) કેસમાં સતત ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. જેને પરિણામે રાજ્યમાં ફરી લૉકડાઉન (lockdown) નાંખવામાં આવી શકે છે તેવી અટકળો વાયુવેગે (viral) થઇ રહી છે. ત્યારે લોકો મોટા પ્રમાણમાં બજારમાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે. જોકે, રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) આ વાતને રદિયો આપ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં કોઈપણ પ્રકારનું લૉકડાઉન નહીં લગાવવાની આજે ફરી એકવાર જાહેરાત કરી છે.

'લોકોએ ડરવાની જરૂર નથી'મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, હાલ જ્યાં રાત્રી કર્યુ અમલી છે તે સિવાય વધારાનો કોઇ કર્ફ્યુ દિવસ દરમ્યાન નહીં નાંખવામાં આવે. સાથે તેમણે તે પણ જણાવ્યું કે, વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા છે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. સીએમએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ સમગ્ર દેશમાં વધ્યું છે. પણ લોકોએ પેનિક થવાની કોઇ જરૂર નથી. કોવિડ ગાઇડલાઇનનું પાલન ખૂબ જરૂરી છે. કોરોના સામે લડવા માટે માસ્ક ફરજિયાત અપનાવું જ પડશે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે. અહીં વિનામૂલ્યે કોરોના ટેસ્ટીંગ કરાવો અને તુરંત જ રીપોર્ટ મેળવો.

મહેસાણા: હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાં પોલીસની જેમ મહંતને આપાઈ સલામી, વીડિયો વાયરલ થતા તપાસના આદેશ

નોધનીંય છે કે, રાજ્યમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે. જેને કારણે મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સાથે મહાનગોરના થિયેટર અને મોલને પણ આ શનિવાર અને રવિવાર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં કોરોના કેસ વધી રહ્યાં છે.

Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

ડભોઈના ભાજપના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના બોબ ફૂટ્યો છે. આ દરમિયાન ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમણે ખુદ આ માહિતી ટ્વીટ કરીને આપી છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા તેઓએ અપીલ કરી છે. તેમના ઉપરાંત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેને કારણે અન્ય અધિકારી ઓમાં પણ ગભરાટનો માહોલ છે.સામાન્ય વહીવટ, માર્ગ મકાન વિભાગ, પંચાયત વિભાગ, વન પર્યાવરણ વિભાગ અને ગૃહ વિભાગના પાંચ ડેપ્યુટી સેક્રેટરી કોરોનાથી સંક્રમિત થયા છે. આ જોતાં આ જ વિભાગના અન્ય અધિકારી ઓને હૉમ કવૉરન્ટાઇન થવા જણાવી દેવાયું છે. ત્યારે , બજેટ સત્ર દરમ્યાન તેમના સંપર્ક મા આવેલા લોકોના ફફડાટ વ્યાપ્યો છે
Published by:Kaushal Pancholi
First published:March 20, 2021, 11:29 am

ટૉપ ન્યૂઝ