Home /News /north-gujarat /

ગાંધીનગર : રાજ્યમાં 18-44 વર્ષના લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન વગર નહીં મળે Corona વેક્સીન

ગાંધીનગર : રાજ્યમાં 18-44 વર્ષના લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન વગર નહીં મળે Corona વેક્સીન

પ્રતિકાત્મક તસવીર

ઓનલાઇન રજીસ્ટ્રેશન સિવાય ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી 18થી44ની વયના લોકોને રાજ્યમાં રસીકરણ થશે તેવા અહેવાલો સંદર્ભે આરોગ્ય અગ્ર સચિવની સ્પષ્ટતા

    ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસને (coronavirus) નથવા માટે રાષ્ટ્રીય રસીકરણ (Vaccination) અભિયાન અંતર્ગત વર્ષ 18-44ની વયજૂથના લોકો માટે પણ 1 મેથી રસીકરણ અભિયાન પૂરવેગમાં શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ વયજૂથના લોકોને હવે કોવિન-એપમાં (Cowin app) રજિસ્ટ્રેશન (Registration) વગર પણ વેક્સીન આપવાની કવાયત થઈ રહી છે, તેવા અહેવાલોની વચ્ચે સરકારે ખાસ આ મામલે સ્પષ્ટતા કરી છે. આરોગ્ય સચિવે (Health Secretary) જણાવ્યું છે કે આ વયજૂથના લોકોએ અગાઉથી કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને હાલમાં જૂની પદ્ધતિ મુજબ જ રસીકરણ થશે.

    આરોગ્ય અગ્ર સચિવે વધુમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા ઓનલાઇન પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે.
    રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે, એટલે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિનેશન પ્રક્રિયા ગુજરાતમાં હાલ કાર્યરત કરવામાં આવી નથી તેમ પણ તેમણે ઉમેર્યુ છે.

    આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

    આ પણ વાંચો : સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

    આ વયજૂથમાં રોજના એક લાખ ડોઝ રસીના આપવાનો નિર્ણય

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર 24 મેથી એક અઠવાડિયા સુધી રોજના 1 લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

    આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

    રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણ નો લાભ આપી કોરોના થી સુરક્ષિત રાખવાના આરોગ્ય રક્ષા ભાવ સાથે સીએમ વિજય ભાઈ રૂપાણીએ આરોગ્ય વિભાગ ને આ ડોઝ એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે.

    આજે કુલ 2,17, 513 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યુ

    આ નિર્ણય ને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે 8 લાખ યુવાઓ ને કોરોના રસીકરણ નો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓ ને રક્ષણ મળશે
    . દરમિયાનમાં આજે રાજ્યમાં રાજ્યમાં આજે કુલ 2,17, 513 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 1,56,01,373 વ્યક્તિને પ્રથમ અને બીજા ડોઝની રસી મળી છે. આ રસીકરણમાં 7,82,588 18-25 વર્ષ સુધીના વ્યક્તિને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, Corona vaccine registration, Coronavirus, COWIN App, Gujarat Coronavirus News, ગુજરાત, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन