ગુજરાત કોરોના update: રાજ્યમાં 24 કલાકમાં 423 પોઝિટિવ કેસ સાથે આંકડો 17217એ પહોંચ્યો

News18 Gujarati
Updated: June 1, 2020, 9:48 PM IST
ગુજરાત કોરોના update: રાજ્યમાં 24 કલાકમાં 423 પોઝિટિવ કેસ સાથે આંકડો 17217એ પહોંચ્યો
પ્રતિકાત્મક તસીર

રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધી 24 કલાકમાં રાજ્યમાં વધુ 423 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યા છે.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાત (Gujarat) રાજ્યમાં કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધતા જાય છે. ત્યારે રવિવાર સાંજથી સોમવાર સાંજ સુધી 24 કલાકમાં રાજ્યમાં વધુ 423 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે 24 કલાકમાં 25 લોકોના મોત નીપજ્યા છે. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 17217એ પહોંચ્યો છે જ્યારે 1063 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે સાથે સારી બાબત એ છે કે 10 હજારથી વધુ લોકો કોરોનામાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસોની વિસ્તાર પુર્વક વાત કરીએ તો અમદાવાદમાં 314, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3, આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 5374 દર્દી એક્ટિવ છે. જેમાંથી 65 વેન્ટિલેટર પર અને 5309 દર્દીઓની હાલત સ્થિર છે.

આ પણ વાંચોઃ-ગુજરાતનું રાજકારણ ગરમાયું! રાજ્યસભામાં કોણ જશે શક્તિસિંહ કે ભરતસિંહ?

ઉલ્લેખનીય છે કે 56 દિવસના લોકડાઉન બાદ સરકારે અનલોક-1ની જાહેરાત કરી છે. આજે સોમવારથી જ ગુજરાતમાં પણ અનલોક-1 લાગુ થયું છે. જેના પગલે ગુજરાત ફરી ધબકતું થયું છે. સાથે સાથે સરકાર દ્વારા કેટલીક ગાઈડલાન રજૂ કરવામાં આવી છે. જેનો ગુજરાતમાં રહેતા તમામ લોકોને પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ- ભાવનગરમાં નિસર્ગ વાવાઝોડાની અસર: પવન સાથે ભારે વરસાદ, ઘરોમાં પાણી ભરાયા, અનેક વૃક્ષો ધરાશાયી

સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની સાથે સાથે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. જે લોકો માસ્ક નહીં પહેરે તેને 200 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત રાત્ર 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. જેના પગલે જરૂરી ચીજવસ્તુઓની જ ગતિવિધ થઈ શકશે.આ પણ વાંચોઃ-7 કરોડ ખેડૂતો માટે ખુશખબરી! ખેતી લોન ઉપર 31 ઓગસ્ટ સુધી માત્ર આટલું જ વ્યાજ આપવું પડશે

એક તરફ કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે બીજી તરફ નિસર્ગ વાવાઝોડાનો ભય પણ ગુજરાતના માંથે મંરડાઈ રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડાનું તબાહી મચાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading