Home /News /north-gujarat /

રાહતનાં સમાચાર: ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ડિસ્ચાર્જ રેટ ડબલ કરતા પણ વધીને થયો 32.64%

રાહતનાં સમાચાર: ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ડિસ્ચાર્જ રેટ ડબલ કરતા પણ વધીને થયો 32.64%

રવિવારે રાજ્યમાં નવી ગાઈડલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી છે.

રવિવારે રાજ્યમાં નવી ગાઈડલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી છે.

    ગાંધીનગર: રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસથી  (coronavirus) સંક્રમણનાં કેસોમાં ઉત્તરોત્તર વધારો જ દેખાય રહ્યો છે. રવિવારે મળતા આંકડા પ્રમાણે, 24 કલાકમાં કોરોનાના નવા 398 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 8195 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 493એ પહોંચ્યો છે. રાજ્યમાં નવી ગાઈડલાઈન પ્રમાણે 454 દર્દીઓને રજા આપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ડિસ્ચાર્જ રેટ 15.58 ટકાથી વધીને 32.64 ટકા થયો છે. નોંધનીય છે કે, ભારતનો રાષ્ટ્રીય સરેરાશ ડિસ્ચાર્જ રેટ 30.75 ટકા છે.

    રવિવારે આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં કોરોનાની સારવારમાં જે મહત્વના પગલાં સમયસર લેવાયા છે તેને પરિણામે ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો સારો રહ્યો છે. તેમણે અન્ય રાજ્યનાં ડિસચાર્જ રેટ જણાવતા કહ્યું કે, પંજાબનો ડિસ્ચાર્જ રેટ 9% છે. પશ્ચિમ બંગાળનો 21%, તામિલનાડુનો 28%, ઓરિસ્સાનો 21%, મહારાષ્ટ્રનો 19%, ચંદીગઢનો 14% અને દિલ્હનો ડિસ્ચાર્જ રેટ 30.09% રહ્યો છે. જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ રેટ 32.64 ટકાએ પહોંચ્યો છે.

    આંકડા પર નજર કરીએ તો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાનમાં માત્ર અમદાવાદમાં જ 266 જેટલા દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. વડોદરામાં 41 દર્દીઓ, સુરતમાં 33, ભાવનગરમાં 15, આણંદમાં 17, ગાંધીનગરમાં 12, પંચમહાલમાં 18, તથા મહેસાણા જિલ્લામાં 12 દર્દીઓ સાજા થઈને હૉસ્પિટલથી ઘેર ગયા છે. આ સાથે બનાસકાંઠામાં 8, અરવલ્લીમાં 6, મહિસાગરમાં 5, રાજકોટ,પાટણ અને ખેડા જિલ્લામાં ચાર-ચાર, બોટાદમાં 3, દાહોદ તથા જામનગર જિલ્લામાં બે અને કચ્છ તથા ડાંગમાંથી એક-એક દર્દીઓ સાજા થઈને ઘેર ગયા છે.

    આ પણ વાંચો : સુરત : નવા 35 પોઝિટિવ કેસ સાથે શહેરમાં કોરોનાની સંખ્યા 876

    કોરોનાના સંક્રમણને અટકાવવા નાગરિકો બિનજરૂરી ભેગા ન થાય : શિવાનંદ ઝા

    રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા જે નિર્ણયો કરાયા છે તેના અમલ માટે પોલીસ પૂરતા એન્ફોર્સમેન્ટ સાથે પગલાં લઇ રહી છે. લોકોને અગવડતા પડતી હશે પણ આપના સ્વાસ્થ્યના હિત માટે જ છે એટલે જ નાગરિક બિનજરૂરી ભેગા ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે એ અત્યંત અનિવાર્ય છે. પોલીસ દ્વારા સઘન સર્વેલન્સ ચાલુ છે એટલે આપ સૌ સહયોગ આપો એ જરૂરી છે. લૉકડાઉનના ચૂસ્ત અમલની વિગતો આપતાં શિવાનંદ ઝાએ ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિકો કે જે પગપાળા વતન રોડ માર્ગે જઈ રહ્યા છે તે અંગે તમામ એકમોને સૂચના આપવામાં આવી છે કે તેમને શેલ્ટર હોમમાં રાખીને વહીવટીતંત્રના સંકલનમાં રહીને વતન પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરે.

    આ પણ જુઓ - 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, COVID-19, ગાંધીનગર, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन