ભાજપને મારી ચિંતા છે એટલે પાટીલની નિમણૂક કરવામાં આવી : હાર્દિક પટેલ

News18 Gujarati
Updated: July 22, 2020, 2:35 PM IST
ભાજપને મારી ચિંતા છે એટલે પાટીલની નિમણૂક કરવામાં આવી : હાર્દિક પટેલ
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

'ભાજપને ગુજરાતમાં કોઇ ખમીરવંતો ગુજરાતી ન મળ્યો. જેથી સી.આર. પાટીલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવ્યા.'

  • Share this:
ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ (Gujarat BJP President) પ્રમુખ તરીકે સીઆર પાટીલ (CR Patil)ની નિમણૂક કરવામા આવી છે. સી.આર પાટીલ ભાજપના (cr patil BJP president) નવસારી લોકસભા મત વિસ્તારના સાંસદ છે નૉન ગુજરાતી છે. ગઇકાલે 21 જુલાઇ, મંગળવારના રોજ સીઆર પાટીલે વિજય મહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળી લીધો છે. રાજકીય નિષ્ણાતોના મતે સીઆર કુશળ સંગઠક છે અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીના વિશ્વાસુ નેતા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, 'બીજેપીને મારી ચિંતા છે એટલે સીઆર પાટીલની નિમણૂક કરી છે. બીજેપીમાં સફળ અને સશક્ત નેતૃત્વનો અંત થયો છે.'

ભાજપને મારી ચિંતા છે : હાર્દિક પટેલ

ન્યૂઝ18ગુજરાતી સાથે હાર્દિક પટેલે વાત કરતા જણાવ્યું હતું કે, ભાજપને ગુજરાતમાં કોઇ ખમીરવંતો ગુજરાતી ન મળ્યો. જેથી સી.આર. પાટીલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવ્યા. ભાજપ માને છે કે, ગમે તેને પ્રદેશ અધ્યક્ષ બનાવો, મત તો ભાજપને મળશે તે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષની પસંદગી પરથી ભાજપે સાબિત કરી બતાવ્યું છે. બીજેપી હંમેશા કહે છે કે, કૉંગ્રેસ નેતૃત્વ વિહોણી છે પરંતુ આના પરથી સાબિત થયું કે, ભારતીય જનતા પાર્ટી પાસે સફળ અને સશક્ત નેતૃત્વ નથી જેથી તેમણે એક મરાઠી વ્યક્તિ પર ભરોશો કરવો પડ્યો છે.
હું ભારતી કોઇપણ માણસનો વિરોધ નથી કરતો પરંતુ આ ગુજરાતના પોલિટિક્સની વાત છે. તો હું એવું માનુ છું કે, ભાજપ પાર્ટી હવે નેતૃત્વ વિનાની છે અને તે ચિંતામાં આવી ગઇ છે એટલે સી.આર પાટીલની નિમણૂક કરી છે.

હાર્દિકે વધુ જણાવતા કહ્યું કે, સી.આર ભાઇ પાટીલની નિમણૂક કરી એટલે એ સાબિત થાય છે કે બીજેપેને હાર્દિકની ચિંતા છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - ગુજરાતમાં ભાજપનો ગઢ સાચવવા પાટીલને સોંપાયું સુકાન, હાર્દિકને ટક્કર આપવા તૈયાર...

હજુ પણ કૉંગ્રેસ ઊભી થવાની શક્યતા નથી : સી.આર પાટીલનોંધનીય છે કે, સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળ્યા બાદ જણાવ્યું કે 'હું છેલ્લી લાઇનમાં બેસતો હતો ત્યાંથી મને ડાયસ પર લઈ આવ્યા. આ પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે જ આવા પરિણામો આવતા હોય છે. કાર્યકર્તાને માર્ગદર્શન આપીને તેને આગળ લાવવાની પ્રણાલી આજે પણ સાબૂત છે. પાર્ટીના નેતૃત્વએ મારા પર આ જવાબદારી મૂકી છે તે અલ્કપનીય છે. હું પાર્ટીને કાર્યકરોનો વિશ્વાસ અપાવવા માંગું છું કે આપ સૌની તાકાત દ્વારા હજુ પણ કૉંગ્રેસ ઊભી થવાની શક્યતા નથી.

આ પણ જુઓ- 

તેમણે વધુમાં જણાવ્ભાયું હતુ કે, 'જપ વધુ સક્ષમતાથી કામ કરી શકશે એવો મને વિશ્વાસ છે. હું આજે પહેલી વાર ખૂણામાંથી સ્ટેજ પર આવ્યો અને વિચારતો હતો કે હું તો કાયમ ખૂણામાં જ બેસતો હતો પરંતુ ખૂણામાંથી સ્ટેજ પર લાવી દે એ આપણી પાર્ટીમાં જ શક્ય છે. પોલીસની 15 વર્ષની નોકરી કરી એટલે શિસ્તમાં રહેવાની આદત છે. કોરોનાના આ કપરાકાળમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર ઘરમાં બેસ્યો નથી.'

આ પણ વાંચો- સુરતીઓ સાવધાન! માસ્ક ન પહેરવાના દંડ માટે પોલીસ સાથે માથાકૂટ કરતા બે વ્યક્તિની ધરપકડ

Published by: Kaushal Pancholi
First published: July 22, 2020, 9:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading