લૉકડાઉનનાં કારણે રાજ્યની ખાનગી શાળા કોલેજો એક ક્વાર્ટર ફી માફી કરે : મનીષ દોશી

લૉકડાઉનનાં કારણે રાજ્યની ખાનગી શાળા કોલેજો એક ક્વાર્ટર ફી માફી કરે : મનીષ દોશી
એક કવાર્ટર (ત્રણ મહિના)ની ફી માફ કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વિજય રૂપાણીને  પત્ર લખ્યો છે.

એક કવાર્ટર (ત્રણ મહિના)ની ફી માફ કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વિજય રૂપાણીને  પત્ર લખ્યો છે.

  • Share this:
ગાંધીનગર :રાજ્યની ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરીવારને રાહત મળી રહે તે માટે એક કવાર્ટર (ત્રણ મહિના)ની ફી માફ કરવા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વિજય રૂપાણીને  પત્ર લખ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પોતાના આ પત્રમાં જણાવ્યું છે  કે, કોરોના વાયરસનું વધતું પ્રમાણ અટકાવવા અને બાળકોમાં કોરોનાનો ચેપ ન લાગે તે માટે રાજ્યમાં આવેલા તમામ શાળા-કોલેજો લૉકડાઉન પહેલાંથી એટલે કે 15 માર્ચથી બંધ કરવાના આદેશો આપેલા છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવ્યા તે સમયે શૈક્ષણિક સત્રના દોઢ મહિના જેવો સમય બાકી હતો. લૉકડાઉનના કારણે શાળા કોલેજો બંધ થતાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઈલેકટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. લૉકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી અને ધંધા-રોજગાર કરતાં પરિવારોને નાની-મોટી આર્થિક સંકળામણમાં રાહત આપવાની વ્યાપક માંગ ઉઠી છે. ત્યારે રાજ્ય સરકારે ખાનગી શાળા-કોલેજોના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સંચાલકોની માંગણી મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું નક્કી થયું તે મુજબ રાજ્યમાં આગામી વર્ષે ફી વધારવામાં નહીં આવે તેવી જાહેરાત થયેલ છે. આ બેઠકમાં રાજ્ય સરકારે ફી નક્કી કરતી વખતે પણ વાલીઓનો અભિપ્રાય લીધો નથી. માત્ર સંચાલકો અને સરકારે ફી નક્કી કરી છે. સરકારે રચેલી ફી નિર્ધારણ સમિતિએ અગાઉથી ખાનગી શાળાઓને લાખો રૂપિયાની ફી ઉઘરાવવાના પરવાના આપેલા છે એટલે એક વર્ષ આવી શાળાઓ ફીમાં વધારો ન કરે તો તેની કોઈ ફેર પડવાનો નથી. તેમ છતાં અમુક મોટી શાળાઓ દ્વારા એડવાન્સ ફીના ચેક લેવામાં આવે છે અને બીજી બાજુ આવા શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે.રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની જાણીતી શાળાઓએ વાલીઓને ઈમેઈલ, SMS કે વોટ્સએપ ગૃપ મારફતે ફી જમા કરાવવાની નોટીસ પણ આપી દીધી છે. કોરોના મહામારી અને લોકડાઉનના પગલે મધ્યમ અને ગરીબ વર્ગના વાલીઓ ચિંતામાં આવી ગયા છે.  દેશમાં અન્ય રાજ્યો જેવા કે પંજાબ અને દિલ્હીમાં ત્રણ મહિનાની ફી ન વસુલવા, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ન વસુલવા આદેશ થયેલા છે. આવા આદેશોનું ભંગ કરે તો વાલીઓને ટોલ ફ્રી નંબર આપવામાં આવેલ છે તેમજ આદેશનો ભંગ કરનાર શાળાની માન્યતા રદ કરવાની જાહેરાત કરીને, ફી ઉઘરાવવા વાલીઓને દબાણ ન કરવાની સુચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો- લૉકડાઉનમાં હવે સોમનાથ દાદાની ઘરે બેઠા જ કરાવો ડિજિટલ પૂજા, જોઇ લો તેની ડિટેઇલ્સ

મહારાષ્ટ્ર લૉકડાઉન ખુલ્લે ત્યારે ફી માટેની જાહેરાત કરશે. એટલે કે પંજાબ, દિલ્હી, તામિલનાડ્ડુ, વગેરે રાજ્યો આગામી શૈક્ષણિક વર્ષમાં ખાનગી શાળા-કોલેજ સંચાલકો ફી વસુલવા દબાણ ન કરે તેની પુરી કાળજી રાખી છે. માર્ચ મહિનાથી શાળા-કોલેજો બંધ કરવામાં આવેલ છે, આગામી સમયમાં શાળા-કોલેજો કયારે શરૂ થશે તે અનિશ્ચિત્તા છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોવીડ-19 મહામારીમાં શાળા-કોલેજો સૌથી પહેલાં બંધ કરવામાં આવ્યા છે અને સૌથી છેલ્લે શરૂ થશે તે સ્વાભાવિક છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા-કોલેજમાં 5થી 6 મહિના બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી તેમજ 3-4 મહિના ધંધા રોજગાર બંધ છે. તેવા સમયે ગુજરાતમાં ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે માટે એક કવાર્ટર (ત્રણ મહિના)ની ફી માફ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી છે.

આ પણ જુઓ-  
Published by:News18 Gujarati
First published:May 06, 2020, 10:03 am

ટૉપ ન્યૂઝ