Home /News /north-gujarat /

ગુજરાત કૉંગ્રેસમાં મોઢવાડિયા સૌથી વધુ જ્યારે હાર્દિક પટેલ સૌથી ઓછો લોકપ્રિય : સર્વે

ગુજરાત કૉંગ્રેસમાં મોઢવાડિયા સૌથી વધુ જ્યારે હાર્દિક પટેલ સૌથી ઓછો લોકપ્રિય : સર્વે

ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અંગે સર્વે કરાવવામાં આવ્યો છે.

ખાનગી એજન્સી દ્વારા ગુજરાતનાં જિલ્લા અને તાલુકા કક્ષાએ જુદા જુદા કાર્યકર્તાઓ સાથે એમની સુચનો જાણી એક રીપોર્ટ તૈયાર કરાયો છે.

ગાંધીનગર : રાજ્યસભા (Rajya Sabha) ચૂંટણીની તારીખ જાહેરાત થઇ છે. ગુજરાતમાંથી 4 બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપ અને કૉંગ્રેસ (Gujarat Congress) પક્ષે ઉમેદવારો માટે મંથન થઇ રહ્યું છે. ત્યારે કૉંગ્રેસ પાર્ટીનાં કયા નેતાની લોકપ્રિયતા વધારે છે તે અંગે ખાનગી એજન્સી દ્વારા એક સર્વે કરાયો છે. જેમાં કૉંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા અર્જૂનભાઇ મોઢવાડિયા (Arjun Modhvadia) સૌથી આગળ નિકળી ગયા છે. વર્તમાન પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી સૌથી પાછળ છે. તેમજ યુવા નેતા તરીકે ઉભરી આવેલા હાર્દિક પટેલની (Hardik Patel) પણ કોંગ્રેસ પાર્ટીમાં લોકપ્રિયતા ઘટી છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ પર કૉંગ્રેસનાં કયા નેતા સહુથી લોકપ્રિય

ખાનગી એજન્સી દ્વારા ગુજરાતનાં જિલ્લા અને તાલુકા કક્ષાએ જુદા જુદા કાર્યકર્તાઓ સાથે એમની સુચનો જાણી એક રીપોર્ટ તૈયાર કરાયો છે. રિપોર્ટમાં અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસનાં ટોચના નેતાઓના નામ સામે આવી રહ્યા છે. રિપોર્ટનાં ગ્રાઉન્ડ લેવલ પર ગુજરાત કોંગ્રેસનાં કયા નેતા સૌથી લોકપ્રિય હશે તે જાણવાનો પ્રયાસ કરાયો છે. લોકપ્રિય નેતાનાં સર્વેમાં પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જૂનભાઇ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને પાટીદાર આંદોલનનો ચહેરો હાર્દિક પટેલે થોડા સમય પહેલા જ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ ઉપરાત શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, પરેશ ધાનાણી જેવા નેતાઓનો સમાવેશ થયો છે.

કોંગ્રેસ પાર્ટી જાણકાર સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ખાનગી એજન્સી સર્વેની કામગીરી અપાઇ હતી. જેમાં કૉંગ્રેસનાં કાર્યકર્તામાં અર્જૂનભાઇ મોઢવાડિયા સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જિલ્લા, તાલુકા અને શહેરનાં ૩ હજાર લોકો પાસેથી અભિપ્રાય અહીં લેવામા આવ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યસભાના ઉમેદવારની પસંદગી માટે ભાજપનું મનોમંથન, આ બે ઉમેદવાર થઇ શકે છે ફાઇનલ

કૉંગ્રેસ કાર્યકર્તાની વચ્ચે 37 ટકા લોકોની પસંદ

અલગ અલગ પ્રશ્નોનાં આધારે 2020માં કોંગ્રેસ કાર્યકર્તામાં સૌથી શક્તિશાળી કોંગ્રેસ નેતામાં સૌથી આગળ અર્જૂનભાઇ મોઢવાડિયા, બીજા નંબર પર ભરતસિંહ સોલંકી - 24 ટકા , ત્રીજા નંબર પર શક્તિસિંહ ગોહિલ -16 ટકા, સિદ્ધાર્થ પટેલ-5 ટકા , અમિત ચાવડા - 7 ટકા, પરેશ ધાનાણી - 6 ટકા અને હાર્દિક પટેલની લોકપ્રિયતા ઘટીને માત્ર 3 ટકા મળ્યાં છે.

આ પણ વાંચો :  અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, ધમકી આપી માર્કશીટ મંગાવી

કૉંગ્રેસમાં થઇ શકે છે મોટો બદલાવ

કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા ખેંચાતાણ વચ્ચે થયેલ સર્વે કૉંગ્રેસ પાર્ટીમાં કંઇક નવાજુનીનાં એંધાણ આપી રહી છે. શું 2020 ચૂંટણી પહેલા પ્રમુખ બદલવાની હિલચાલ છે કે પછી રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષમાંથી કયા નેતાને ઉતારવા જોઇએ તેના માટે સર્વે હાથ ધરાયો છે તે તો આગામી સમય જ કહેશે. કૉંગ્રેસનાં સિનિયર નેતાઓ હાલ આ સર્વે પર કંઇ બોલવાનું ટાળી રહ્યા છે. પરંતુ રાજ્ય સભા ચૂંટણી અને 2020 સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટા ઉથલ પાથલ થવાની વકી દેખાઇ રહી છે.

આ વીડિયો પણ જુઓ : 
Published by:Kaushal Pancholi
First published:

Tags: કોંગ્રેસ, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन