ગુજરાતીઓ ઠંડી માટે થઈ જાવ તૈયાર, 28 અને 29 ડિસેમ્બરના રોજ ઠંડી વધવાની આગાહી

ગુજરાતીઓ ઠંડી માટે થઈ જાવ તૈયાર, 28 અને 29 ડિસેમ્બરના રોજ ઠંડી વધવાની આગાહી
રાજકોટ, નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજકોટ, નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

  • Share this:
ઉતરભારતમાં ઠંડી વધતા રાજ્યના વાતાવરણ અને તાપમાન પર અસર જોવા મળશે. તારીખ 28 અને 29 ડિસેમ્બરના રોજ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, નલિયામાં પણ કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આજથી લધુતમ તાપમાન ઘટશેરાજ્યમાં આજથી, રવિવારથી લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3થી 4 ડીગ્રી તાપમાન ઘટ્યું છે. જેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ ઠંડીનું જોર વધુ રેહશે.

અંબાલાલ પટેલે પણ કરી આગાહી 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 27થી 30 ડિસેમ્બરના રોજ રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. 30 ડિસેમ્બરના રોજ પવનની ગતિ તેજ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, નલિયા,રાજકોટ સહિતના શહેરોમાં લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનું પ્રમાણ વધશે. ગીરનારની તળેટીમાં પણ ઠંડી વધુ અનુભવાશે. તો ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થશે.15મી મેરેજ એનિવર્સરી માટે આમિર ખાન અને કિરણ પરિવાર સાથે સાસણમાં, આજે સવારે કર્યું સિંહ દર્શન

આજે શહેરમાં તાપમાન 3 ડીગ્રી નીચું નોંધાયું

અમદાવાદ શહેરનું તાપમાન ગઈકાલની સરખામણી 3 ડીગ્રી નીચું નોંધાયું છે. આજે લઘુતમ તાપમાન 13.4 ડીગ્રી નોંધાયું છે. તો નલિયાનું લઘુતમ તાપમાન 8 ડિગ્રીએ રહ્યું છે. ડીસા 12 .2 ડીગ્રી, તેમજ રાજકોટ નું તાપમાન 14.1 ડીગ્રી નોંધાયું છે.

આણંદ: દર્દીએ ઓક્સિજનની પાઇપ નીકળી જતા માર્યો ઇમરજન્સી બેલ, તબીબ કે સ્ટાફ ન આવ્યો, નીપજ્યું મોત

જોકે અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ઘટવા છતાં પણ ડિસેમ્બરના અંતમાં ઠંડીનો અનુભવ થવો જોઈએ તે થતો નથી.પરંતુ આજે રવિવારની રજા અને ઠંડીની મજા માણવા માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા હતા અને સાયકલિંગ અને વોક કરી સ્વાસ્થ્યને સારું રાખવા પ્રયાસ કરી રહ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:December 27, 2020, 11:29 am

ટૉપ ન્યૂઝ