આટલી બધી દીકરીઓને નોકરી મળી રહી છે ત્યારે વિરોધીઓ ભોંઠા પડ્યા છે : CM રૂપાણી

News18 Gujarati
Updated: February 17, 2020, 12:11 PM IST
આટલી બધી દીકરીઓને નોકરી મળી રહી છે ત્યારે વિરોધીઓ ભોંઠા પડ્યા છે : CM રૂપાણી
વિજય રૂપાણીની ફાઇલ તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'કૉંગ્રેસે હંમેશા સમાજોને લડાવ્યાં છે.

  • Share this:
ગાંધીનગર : એલઆરડી ભરતીમાં એસસી,એસટી,ઓબીસી મહિલા ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકારનો 1-08-2018નો ઠરાવ રદ્ કરવા માટે ગાંધીનગરમાં છેલ્લા 69 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. બીજી તરફ બિનઅનામત વર્ગે પણ ઠરાવમાં ફેરફાર નહિ કરવા આંદોલન શરૂ કર્યું છે. આ વિવાદને શાંત પાડવા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે સાંજે ગાંધીનગર ખાતે જાહેરાત કરતા કહ્યું હતું કે, કે, 1-08-2018નો ઠરાવ થયો જ નથી તેમ સમજીને જૂની વ્યવસ્થા પ્રમાણે એલઆરડીમાં ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. કોઈનું મનદુઃખ ના થાય એ માટે સુપર ન્યૂમરીથી બેઠકો વધારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રીએ આ અંગે નિવેદન આપતા કૉંગ્રેસ પર પ્રહારો કર્યા છે.

'વિરોધ કરનારા માત્ર રાજકારણ કરી રહ્યાં છે'

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી વિવાદ અંગે જણાવ્યું કે, 'આ બધા વિરોધ કરનારા માત્ર રાજકારણ કરે છે. મૂળ વાતા જે દીકરીઓ નોકરી માટે આંદોલન કરી રહી હતી તે બધી દીકરીઓને નોકરી મળી રહી છે ત્યારે આ બધા જ ભોંઠા પડ્યા છે. આ વિરોધ કરનારાને નોકરીમાં રસ નથી માત્ર રાજકારણનાં રોટલા શેકવા છે. જે દીકરીઓનાં સારા માર્ક્સ ઉપરાંત પણ 18નો જીઆર નડતો હતો તો સરકારે હાલ આ ભરતી માટે જીઆરને બાજુમાં મુકી દીધી છે. જેથી દરેક વર્ગની દીકરીઓને નોકરી મળશે અને અનામતનું પણ રક્ષણ થશે.' મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, 'હું ખુલ્લો પડકાર ફેંકુ છુ કે, તમામ સમાજને લાભ થયો છે. બધા સમાજની દીકરીઓને વધુ નોકરી મળે તે જોવામાં આવ્યું છે.'

'કૉંગ્રેસે હંમેશા સમાજને લડાવ્યાં છે'

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'કૉંગ્રેસે હંમેશા સમાજોને લડાવ્યાં છે. સમાજ સમાજ વચ્ચે અંતર થાય તેવું રાજકારણ જ કર્યું છે. ભૂતકાળનાં આંદોલનો પણ કૉંગ્રેસે કરાવ્યાં હોય અને આ બાબતમાં કૉંગ્રેસ મથી રહી છે તેવું હું માનું છું.'

શું છે વિવાદ?1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.
First published: February 17, 2020, 12:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading