CM રૂપાણીએ માધસસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલી, એક દિવસનો શોક જાહેર

CM રૂપાણીએ માધસસિંહ સોલંકીને આપી શ્રદ્ધાંજલી, એક દિવસનો શોક જાહેર
ફાઇલ તસવીર

સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

  • Share this:
    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) ગુજરાત  (Gujarat) રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના (MadhavSinh Solanki) દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

    મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.





    ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના દુખદ અવસાન અંગે શ્રદ્ધાંજલિ પઠવતા જણાવ્યું કે, 'ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. ગુજરાતના જાહેરજીવનને તેમની ખોટ હંમેશા રહેશે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવાર-શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના.'



    મુખ્યમંત્રીએ પોતાના આજના કાર્યક્રમ રદ કર્યા

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીરૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.

    સી. આર પાટીલે પણ આપી શ્રદ્ધાંજલિ



    ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, 'ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી માધવસિંહ સોલંકીજીનાં દુ:ખદ નિધનનાં સમાચાર મળ્યા. ખામ થિયરીથી ઓળખાતા માધવસિંહજીએ સેવાકીય પ્રવૃત્તિ વચ્ચેથી ક્યારેય નિવૃત્તિ ન્હોતી લીધી. એમનાં દિવંગત આત્માને ઇશ્વર શાંતિ અર્પે, પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.'

    ગુજરાતના રાજ્યપાલે પાઠવી શ્રદ્ધાંજલિ

    ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. રાજ્યપાલ દેવવ્રતે સ્વ. માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, 'સ્વ. સોલંકીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના વિકાસને નવી દિશા આપી હતી. તેમની સાહિત્ય પ્રીતિ, વહીવટી કુશળતા અને વિકાસલક્ષી અભિગમ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલ એ જણાવ્યું હતુ કે, સ્વ. સોલંકીના અવસાનથી ગુજરાતે એક કાર્યદક્ષ રાજનીતિજ્ઞ ગુમાવ્યા છે અને ગુજરાતના જાહેરજીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલા અણધાર્યા દુઃખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published:January 09, 2021, 09:59 am

    ટૉપ ન્યૂઝ