હવે આધાર કાર્ડ કે ઓળખના પૂરાવા વગર પણ મળશે કોરોના વેકસીન: CM વિજય રૂપાણીની જાહેરાત

હવે આધાર કાર્ડ કે ઓળખના પૂરાવા વગર પણ મળશે કોરોના વેકસીન: CM વિજય રૂપાણીની જાહેરાત
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસવાટ કરતા 45થી 60 વર્ષના કોમોરબીડ અને 60થી વધુ વયના વરિષ્ઠ વડીલોનું આધાર કાર્ડ વગર પણ રસીકરણ કરાશે.

  • Share this:
hgગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ વિશ્વવ્યાપી મહામારી કોવિડ-19 ના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતી કોરોના વેકસીન (Corona Vaccine)નો લાભ સમાજના નિરાધાર, વંચિત વ્યક્તિઓ, વયસ્ક, વડીલોને પણ આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર રાજ્યમાં આવેલા ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થા-ગૃહોમાં વસતા 45થી 60 વર્ષની વય જૂથના અને કોમોરબીડ એટલે કે અન્ય ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિઓને આધાર કાર્ડ (Aadhaar card)ના પૂરાવા સિવાય પણ વેકસીનેશન (Vaccination) અભિયાનમાં આવરી લેવાશે.

એટલું જ નહીં, આવી સંસ્થાઓ એટલે કે ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસતા 60 વર્ષથી ઉપરની વયના વયસ્ક વડીલોને પણ તેમની પાસે આધાર કાર્ડ ન હોય તો પણ કોરોના વેકસીન આપવામાં આવશે તેમ તેમણે જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી એ આ અગાઉ રાજ્યમાં વિવિધ સ્થાનોએ વિચરણ કરતા હોય, સ્થિર વસવાટ ન હોય તેવા સાધુ સંતો, ભગવંતો, મહારાજ સાહેબ, મૂનિઓને આધારકાર્ડ વિના પણ આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે.આ પણ વાંચો: રાજકોટ: 14 વર્ષની સગીરાને ભગાડવાના ગુનામાં જેલમાં ગયેલા પ્રદીપે જામીન મળતા જ મચાવ્યો આતંક

રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના રસીકરણને ઝૂંબેશ સ્વરૂપે ઉપાડીને અત્યાર સુધીમાં 45થી 60ની વય જૂથના કોમોરબીડ અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠો એમ કુલ 39 લાખ 36 હજાર 104 વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ કર્યુ છે. આ હેતુસર સમગ્ર રાજ્યમાં 5,381 સરકારી અને 452 ખાનગી મળી કુલ 5833 રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવેલા છે.

આ પણ વાંચો: સુરત: 500 રૂપિયાની લેતીદેતીમાં ખેલાયો ખૂની ખેલ, મહિલાની હત્યા કરનાર લાલુની ધરપકડ

આ પણ વાંચો: સોનાની કિંમતમાં 20 ટકાનો ઘટાડો: શું સોનું ખરીદવાનો કે સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

1 એપ્રિલથી 45 વર્ષથી વધુના તમામ લોકોને અપાશે કોરોના વેક્સીન

દેશ (India)માં કોરોના વેક્સીનેશન (Corona Vaccination)ને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. પહેલી એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય કેબિનેટ (Modi Cabinet)એ મંગળવારે તેની જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) કહ્યું કે અત્યાર સુધી 45થી 60 વર્ષની વચ્ચે માત્ર ગંભીર બીમારીવાળા લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી હતી. પરંતુ પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોરોના વેક્સીન લઈ શકશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, દેશમાં વેક્સીનની પૂરતી માત્રા ઉપલબ્ધ છે. કોરોના વેક્સીનની ક્યાં પણ અછત નથી.
Published by:Vinod Zankhaliya
First published:March 23, 2021, 16:24 pm

ટૉપ ન્યૂઝ