કોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય

કોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો અને પૂજારીઓને પણ ગુજરાત સરકાર આપી શકે છે આર્થિક સહાય
વિજય રૂપાણી

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સર્વે હાથ ધર્યો છે.

 • Share this:
  કોરોના મહામારીમાં કર્મકાંડી બ્રાહ્મણો (Brahmins) , મંદિરોના પૂજારીઓની (Pujari) આર્થિક હાલક કફોડી (economical crysis) બની ગઇ છે. ત્યારે ગુજરાતના મંદિરના પૂજારી અને કર્મકાંડી બ્રાહ્મણો માટે આશાસ્પદ સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર (Gujarat Government) કર્મકાંડી બ્રાહ્મણો અને મંદિરના પૂજારીઓ માટે રાહત પેકેજ અંગે વિચારણા કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) જિલ્લા કલેક્ટર પાસે વિગતો મંગાવી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડનાં સચિવે કલેક્ચરને પત્ર લખીને રાજકોટમાં કેટલા મંદિર છે અને કેટલા પૂજારી છે તે અંગે વિગતો મંગાવી છે.

  પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સર્વે હાથ ધર્યો  કોરોના માહામારીના કારણે રોજ કમાતા લોકોની સ્થિતિ ઘણી દયનીય બની છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામા આવી છે. જેના માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે સર્વે હાથ ધર્યો છે. જેમા દરેક જિલ્લા કલેકટરોને આ અંગે પત્ર લખાયો છે અને જિલ્લામાં મંદિરના પૂજારી અને પૂજાપાઠ કરતા બ્રાહ્મણોની સંખ્યાની વિગતો સમય મર્યાદામાં પૂરી પાડવા અનુરોધ કરાયો છે. આ પહેલા સામાજિક અને રાજકિય આગેવાનોએ પણ રાહત પેકેજ આપવા રજૂઆતો કરી હતી ત્યારે સર્વેના આધારે આગામી નિર્ણય લેવાશે.

  ગુજરાત સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે

  નોંધનીય છે કે, થોડા સમય પહેલા કર્મકાંડી ભૂદેવ સંગઠનના કન્વીનર જયેશ પંડ્યાએ મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને રજુઆત કરી હતી. જેમા તેમણે લખ્યું હતું કે, રોજ કમાઈને ગુજરાન ચલાવતા કર્મકાંડી બ્રાહ્મણો માટે પણ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. જયેશ પંડ્યાએ તેમના પત્રમા જણાવ્યુ હતુ કે, કોવિડ મહામારીથી બચવા માટે આ જરૂરી પણ છે એમાં કોઈ શંકા નથી. આ સાથે બ્રહ્મ સમાજના અગ્રણીઓના આયોજન હેઠળ સરકારમાં કલેકટર અને રાજ્યસભા સાંસદ જુગલભાઈ લોખંડવાલાને આવેદન આપી આ અંગેની રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીમાં આર્થિક કાર્ય ન કરી શકતા હાલત દયનીય થઇ છે. ત્યારે હાલના તબક્કે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે માટે સરકાર આર્થિક મદદ કરે.

  આ પણ જુઓ -   રાજ્યમાં કોરોનાનો કહેર

  મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાના કુલ કેસ 1,20,498 થયા છે. જેમાંથી એક્ટિવ કેસ 16,108 છે. શુક્રવારે રાજ્યમાં કુલ 69,077 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ 16,108 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે દાખલ છે, જેમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 16,010 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં 1,01,101 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો - અમદાવાદ : કિટલી પર ચા પીવા જતા પહેલા જાણી લો કયા નિયમોનું કરવું પડશે પાલન
  Published by:Kaushal Pancholi
  First published:September 19, 2020, 11:13 am

  ટૉપ ન્યૂઝ