રાજ્યસભા ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે : CM રૂપાણીનો દાવો

News18 Gujarati
Updated: March 19, 2020, 12:25 PM IST
રાજ્યસભા ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે : CM રૂપાણીનો દાવો
વિજય રૂપાણીએ કહ્યું કે, કૉંગ્રેસના ધારાસભ્યો હજુ પણ વંડી ઠેકવા તૈયાર બેઠા છે

વિજય રૂપાણીએ કહ્યું કે, કૉંગ્રેસના ધારાસભ્યો હજુ પણ વંડી ઠેકવા તૈયાર બેઠા છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી (Rajya Sabha Election) યોજાવા જઈ રહી છે તેના પહેલા રાજ્યમાં રાજકારણ (Politics)માં રોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. એક તરફ કૉંગ્રેસ (Congress)ના 5 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપતાં પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પોતાના બાકીના ધારાસભ્યો તૂટે નહીં તે માટે કૉંગ્રેસ તેમને જયપુર લઈ ગઈ છે. તો બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ ગુરુવારે એવો દાવો કર્યો છે કે બીજેપી (BJP)ના ત્રણેય ઉમેદવાર ચૂંટણી જીતી જ ગયા છે માત્ર મતદાનની ઔપચારિક્તા જ બાકી છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો, 'અમારા ત્રણેય ઉમેદવાર સ્પષ્ટ જીતી ગયા છે માત્ર મતદાનની એક પ્રક્રિયા બાકી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.' નોંધનીય છે કે, બીજેપીએ 3 ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જ્યારે કૉંગ્રેસના 2 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ એક ઉમેદવારનું હારવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

કૉંગ્રેસના ધારાસભ્યો હજુ પણ વંડી ઠેકવા તૈયાર બેઠા છે : વિજય રૂપાણી

વિજય રૂપાણીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું, 'કૉંગ્રેસના લોકો જૂઠો પ્રચાર ચલાવી રહ્યા છે. ભાજપના કોઈ પણ ધારાસભ્ય આઘા-પાછા થવાના નથી. ભારતીય જનતા પાર્ટીએ એટલે જ કોઈ કેમ્પ બનાવ્યો નથી. કૉંગ્રેસને શું કામ કેમ્પ બનાવવો પડ્યો છે કારણ કે હજુ ત્યાંથી ઘણા ધારાસભ્યો 'સીટીંગ ઑન ધ ફેન્સ' (Seating of the Fence) છે. ક્યારે વંડી ઠેકીને બહાર આવતા રહે તે નક્કી નથી. એટલા માટે કૉંગ્રેસ હવે બીકના માર્યા જયપુરથી છત્તીસગઢ જઈ રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે કૉંગ્રેસને તેના ધારાભ્યો તૂટી જવાની ચિંતા છે.'

આ પણ વાંચો, Railwayએ આજે 524 ટ્રેનોને કેન્સલ કરી, સ્ટેશન જતાં પહેલા ચૅક કરી લો યાદી

મુખ્યમંત્રીએ બીજેપીનો જીતનો વધુ મજબૂત દાવો રજૂ કરતાં જણાવ્યું કે, છોટુભાઈ વસાવાની પાર્ટી એનસીપીના ધારાસભ્યો 100 ટકા ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે.આ પણ વાંચો, ચેતજો ! નિવૃત્ત ફૌજી વેચી રહ્યો છે કોરોના વાયરસને ઠીક કરવાનું ચૂરણ
First published: March 19, 2020
વધુ વાંચો
अगली ख़बर