Home /News /north-gujarat /

બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું: નીતિન પટેલ

બિઝનેસ હેતુથી ગરબાને મંજૂરીની શક્યતા નથી, શેરી ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લઇશું: નીતિન પટેલ

નીતિન પટેલે કહ્યું કે મોટા પાયે આયોજન કરવા યોગ્ય નથી તેવો અભિુપ્રાય નિષ્ણાતોએ આપ્યો છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી

  ગાંધીનગર : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. પટેલે કહ્યું હતું કે આજની બેઠક બાદ અમને બાબરી વિધ્વંસના ચુકાદાનો કોર્ટે જે નિર્ણય કર્યો છે તે અંગે જાણીને ખુશી થઈ છે. નીતિન પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં નવરાત્રિ (Nitin patel on navratri 2020) અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નવરાત્રિના આયોજન અંગે રાજ્યસરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. તેમણે પત્રકારોને જણાવ્યું કે 'આજે ભારત સરકાર દ્વારા અનલૉકની નવી ગાઇડલાઇન જાહેર થશે. ગુજરાત સરકાર ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરી અને તેમાં કેટલી છૂટ આપવી જોઈએ તે નિર્ણય કરશે. આ વર્ષે નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ જાહેરાત કરીને કહ્યું હતું કે અમદાવાદમાં યોજાતા રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.'

  નીતિન પટેલે ઉમેર્યુ કે 'આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટનાં કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જોકે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગરબા યોજાવા જોઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જોઈએ.'

  આ પણ વાંચો :  સુરત : યુવકે કોવિડ કેર સેન્ટરમાંથી મોતની છલાંગ લગાવી આપઘાત કર્યો, ભાગવાનો કર્યો હતો પ્રયાસ

  શેરી ગરબા અંગે બેઠક બાદ નિર્ણય લેવાશે

  નીતિન પટેલે ઉમેર્યુ કે 'મોટા આયોજનો શક્ય નથી ત્યારે લોકો માતાજીની આસ્થા અને ભક્તિ માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઈ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઈ નિર્ણય કરાયો નથી. અમે સરકારની બેઠકમાં આ વિષય મૂકીને તે અંગે યોગ્ય નિર્ણય કરીશું.'

  આ પણ વાંચો :  ગુજરાત સરકારનો ફી અંગેનો મહત્ત્વનો નિર્ણય, સ્કૂલ ફીમાં 25 ટકા રાહતની જાહેરાત

  બાબરી વિધ્વંસ કેસમાં અમારા નેતાઓ નિર્દોષ 

  નીતિન પટેલે આ અંગે કહ્યું કે આજે કોર્ટે બાબરી મસ્જીદના વિધ્વંસ કેસમાં જે ચુકાદો આપ્યો છે તેમાં અમારા શિર્ષ નેતાઓ નિર્દોષ છુટ્યા છે. આ ચુકાદાના કારણે અમને ખુશી છે. અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Ayodhya case, Navaratri 2020

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन