CA બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર : હવે ધો.10 પછી કરાવી શકાશે રજીસ્ટ્રેશન

News18 Gujarati
Updated: October 22, 2020, 8:04 AM IST
CA બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર : હવે ધો.10 પછી કરાવી શકાશે રજીસ્ટ્રેશન
પહેલા આઈસીએઆઈ (ICAI) દ્વારા ધોરણ 12 પાસ થયા પછી નવેમ્બર મહિનામાં વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થતું હતું.

પહેલા આઈસીએઆઈ (ICAI) દ્વારા ધોરણ 12 પાસ થયા પછી નવેમ્બર મહિનામાં વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થતું હતું.

  • Share this:
સીએ (CA) બનવા માંગતા વિદ્યયાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર છે. હવે આ વિદ્યાર્થીઓએ 12માં ધોરણ સુધી રાહ નહીં જોવી પડે. ધોરણ 10 પાસ થયા પછી ફાઉન્ડેશન કોર્સ (CA Foundation course) માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા આઈસીએઆઈ (ICAI) દ્વારા ધોરણ 12 પાસ થયા પછી નવેમ્બર મહિનામાં વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થતું હતું. હવે વિદ્યાર્થી ધોરણ 10 પછી રજિસ્ટ્રેશન કરાવે તો ધોરણ 12 પછી તરત જ મે મહિનામાં પરીક્ષામાં બેસીને 6 મહિનાનો સમયગાળો બચાવી શકશે. આ માટેની જરૂરી માર્ગદર્શિકા પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડી દેવાઈ છે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા દર વર્ષે મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બર બે વાર ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા લેવાય છે. સીએમાં પ્રવેશ માટે ફાઉન્ડેશન પ્રોગ્રામ જરૂરી છે. ધો.૧૨ કોમર્સ પાસ થયેલા વિદ્યાર્થી ફાઉન્ડેશન પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પહેલા માર્ચમાં ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ રિઝલ્ટ મે-જુનમાં આવે ત્યારે વિદ્યાર્થી મે-જુનની ફાઉન્ડેશન પરીક્ષા આપી શકતો ન હતો તે નવે-ડિસેમ્બરની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે. જ્યારે આઈસીએઆઈ દ્વારા હવે સીએ રેગ્યુલેશન એક્ટ 1988ની જોગવાઈઓમાં સુધારો કરાતા હવે ધો.10 પાસ વિદ્યાર્થી પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ચોરોએ હવે તો હદ કરી! અમદાવાદની સરકારી શાળામાંથી ગેસ સિલિન્ડર સહિત અનાજ ચોરી ગયા

Horoscope Today, 20 October 2020: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો રોકાણ કરતા પહેલા વિચાર કરવો

આઈસીએઆઈ દ્વારા આ માટે નોટિફિકેશન પણ જાહેર કરાયુ છે. જે મુજબ ભારતમાંથી સીબીએસઈ ઉપરાંત કોઈ પણ રાજ્યના માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યા બાદ વિદ્યાર્થી ફાઉન્ડેશન પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ધોરણ 10નું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીને સ્ટડી મટીરિયલ આપી દેવામા આવશે.
ફાઉન્ડેશન પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહ એટલે કોમર્સની પરીક્ષા આપેલી હોવી જરૂરી છે. નવા નિયમ મુજબ ફાઉન્ડેશન પરીક્ષા પહેલા 4 મહિનાનો સ્ટડી પીરિયડ હોવો જોઇએ. આથી હવે વિદ્યાર્થી ધોરણ 10 પછી રજિસ્ટ્રેશન કરાવે તો ધોરણ 12 પછી તરત જ મે મહિનામાં પરીક્ષામાં બેસીને 6 મહિનાનો સમયગાળો બચાવી શકશે.
Published by: Kaushal Pancholi
First published: October 22, 2020, 8:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading